For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાન: આ ગામમાં વોટ માંગવા જવાની કોઈની હિંમત નથી, જાણો કારણ

રાજસ્થાન જયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર નાગોર જિલ્લાના ડાંગાવાસ ગામમાં જાટોનો એટલો બધો ખોફ છે કે કોઈ પણ રાજનેતા આ ગામની વિઝીટ કરીને વોટ માંગવાની હિમ્મત નથી કરી શકતો

|
Google Oneindia Gujarati News

રાજસ્થાન જયપુરથી લગભગ 250 કિલોમીટર દૂર નાગોર જિલ્લાના ડાંગાવાસ ગામમાં જાટોનો એટલો બધો ખોફ છે કે કોઈ પણ રાજનેતા આ ગામની વિઝીટ કરીને વોટ માંગવાની હિમ્મત નથી કરી શકતો. હવે જયારે વોટિંગમાં 10 કરતા પણ ઓછા દિવસો બાકી રહી ગયા છે ત્યારે પણ આ 2500 ઘરો ધરાવતા વિશાળ ગામમાં એક પણ રાજનેતા વોટ માંગવા નથી આવ્યો. ખરેખર નાગોર જિલ્લાનું ડાંગાવાસ ગામ ત્રણ વર્ષ પહેલા સૌથી વધારે ચર્ચામાં આવ્યું હતું જયારે અહીંના 5 દલિતોની હત્યા કરવામાં આવી હતી અને તેનો આરોપ જાટ સમુદાયના લોકો પર લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રાજસ્થાનઃ ભાજપના મંત્રીએ આપી ધમકી, મને જીતવ્યો નહિં તો આપઘાત કરી લઈશ

કોઈ પણ રાજનેતા અહીં ચૂંટણી પ્રચાર કરવાની હિંમત નથી કરી શક્યો

કોઈ પણ રાજનેતા અહીં ચૂંટણી પ્રચાર કરવાની હિંમત નથી કરી શક્યો

જાટ પોલિટિક્સ માટે નાગોર જિલ્લાના ડાંગાવાસ ગામનું વિશેષ મહત્વ છે કારણકે અહીં જાટોના હજારો વોટર છે. આ ગામમાં લગભગ 2500 ઘરો છે, જેમાં લગભગ 350 દલિત ઘરો અને બાકીના મોટાભાગના ઘરો જાટ સમુદાયના છે. ઇંગલિશ ડેલી ડેક્કન હેરાલ્ડ રિપોર્ટ અનુસાર આટલું મોટું ગામ અને હજારોની સંખ્યામાં વોટરો હોવા છતાં પણ કોઈ પણ રાજનેતા અહીં ચૂંટણી પ્રચાર કરવાની હિંમત નથી કરી શક્યો.

મેં 2015 દરમિયાન થયેલી ઘટના

મેં 2015 દરમિયાન થયેલી ઘટના

નાગોર જિલ્લાના ડાંગાવાસ ગામમાં મેં 2015 દરમિયાન થયેલી ઘટના કોઈ પણ નથી ભૂલી શક્યું, જયારે એક પ્રોપર્ટી ડિસ્પ્યુટને કારણે 5 દલિતોની હત્યા કરવામાં આવી હતી. આ ગામમાં તે સમયે તણાવ વધી ગયો હતો અને આખા ગામને પોલીસ છાવણીમાં બદલી નાખવામાં આવ્યું હતું. મેડતા વિધાનસભા ક્ષેત્રમાં આવતા આ ગામે વર્ષ 2013 દરમિયાન ભાજપને વોટ આપ્યો હતો. પરંતુ આ વખતે ગામના લોકોનું કહેવું છે કે તેઓ ભાજપને વોટ નહીં કરે. દલિતો ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોઈ પણ પાર્ટી અથવા રાજનેતાએ તેમના માટે કઈ જ નથી કર્યું. એક દલિત એક્ટિવિસ્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે ઘટના પછી તેમને સરકાર પાસે 20 માંગો રાખી હતી. તેમાંથી ફક્ત 1 માંગ જ પુરી થઇ શકી છે.

27 આરોપીઓ પર સીબીઆઈ તપાસ ચાલી રહી

27 આરોપીઓ પર સીબીઆઈ તપાસ ચાલી રહી

આ ઘટના પછી જાટ સમુદાયના લોકો પર આરોપો લાગ્યા અને તેમની ધરપકડ પણ થઇ. હાલમાં 27 આરોપીઓ પર સીબીઆઈ તપાસ ચાલી રહી છે. આ ગામમાં ભાજપ સહીત કોંગ્રેસ ઉપર પર લોકોને એટલો જ ગુસ્સો છે, જેમને લોકોને ન્યાય અપાવવા માટે ખોટા વચનો આપ્યા હતા.

English summary
Rajasthan: Why politicians scared to visit in Nagaur's Dangawas village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X