રસ્તા પર મરેલા જાનવરને ખાઈ ભૂખ મટાડી રહ્યો હતો યુવક

રસ્તા પર મરેલા જાનવરને ખાઈ ભૂખ મટાડી રહ્યો હતો યુવક

જયપુરઃ કરોના મહામારીને પગલે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, જને પગલે ગરીબથી લઈ અમીર સુધી દરેક વ્યક્તિના ધંધા- રોજગાર ઠપ્પ થઈ ગયાં છે, તેમાં પણ ખાસ કરીને રોજમદાર મજૂરીકામ કરતા લોકોને પરિસ્થિતિ સૌથી વિકટ બની છે. હજારો પ્રવાસીઓએ પગપાળા જ પોતાના વતન જવા માટે પલાયન કર્યું છે.

રસ્તા પર જાનવર ખાઈ રહ્યો હતો આ યુવક

રસ્તા પર જાનવર ખાઈ રહ્યો હતો આ યુવક

રસ્તામાં ભૂખ્યા- તરસ્યા મજૂરોની કેટલીય તસવીરો અને વીડિયો જોવા મળ્યા છે, પરંતુ સૌથી ભયાનક તસવીર રાજસ્થાનથી સામે આવી છે. અહીં ભૂખથી તડપી રહેલો વ્યક્તિ રસ્તા પર મરેલા જાનવરને ખાઈ પોતાની ભૂખ શાંત કરતો જોવા મળ્યો. બાદમાં એક રાહદારીએ તેને ભોજન કરાવ્યું. ખાધા બાદ આ શખ્સ પતાના ગામ તરફ પગપાળા જ આગળ વધી ગયો. આ વ્યક્તિ કોણ હતો. ક્યાં જઈ રહ્યો હતો. એ વિશે કોઈને ખબર નથી.

દિલ્લી રોડ પર બની આ ઘટના

દિલ્લી રોડ પર બની આ ઘટના

દિલ્હી રોડસ્થિત ચંદવાજીથી 2 કિમી દૂર એક વ્યક્તિ ભૂખથી એટલો વ્યાકુળ હતો કે તે રોડ પર દુર્ઘટનાનો શિકાર થયેલ જાનવરનું માંસ ખાવા મજબૂર થઈ ગયો. મરેલું જાનવર સંભવતઃ કુતરો હતું. આ શખ્સ રસ્તા પર બેસી એ જાનવરનું માંસ ખાત રહ્યો. આ દરમિયાન ત્યાંથી કેટલીય ગાડીઓ પસાર થઈ પરંતુ કોઈએ પણ તેની મદદ કરવાનું પણ ના વિચાર્યું. જયપુરના ખાતિપુરા નિવાસી પ્રદ્યુમ્ન સિંહ નરુકાએ આ ઘટના જોયા બાદ તેઓએ આ શખ્સની મદદ કરી.

પ્રદ્યુમ્ન સિંહે મદદ કરી

પ્રદ્યુમ્ન સિંહે મદદ કરી

પ્રદ્યુમ્ન સિંહ નરુકા પોતાની કારમાં સવાર થઈ રેવાડીથી જયપુર જઈ રહ્યા હતા. ચંદવાજી પાસે રસ્તા પર આ નજારો જોઈ પ્રદ્યુમ્ન સિંહને આંચકો લાગ્યો. તેમણે કાર રોકી અને એ શખ્સ પાસે જોઈને જોયું તો તે જાનવરનું માંસ ખાઈ રહ્યો હતો. પ્રદ્યુમ્ન સિંહે તેને માંસ ખાવાથી રોક્યો અને રસ્તા કાંઠે બોલાવ્યો. પછી પોતાની ગાડીમાં રાખેલ ખાવાનું પેકેટ અને પાણીની બોટલ એને આપી. આ સમગ્ર ઘટના એક મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો પ્રદ્યુમ્ન સિંહના વખાણ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X