For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રજનીકાંતે આપ્યો મોદીનો સાથ તો ભાજપ કરશે 'લુંગી ડાન્સ'

|
Google Oneindia Gujarati News

(અજય મોહન), ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દક્ષિણ ભારતની યાત્રા પર છે. ત્રિચીમાં યુવાઓને સંબોધિત કરી રહ્યાં છે. આ પહેલા સમાચાર આવ્યા છે કે, સુપરસ્ટાર રજનીકાંતમાં પણ રેલી યોજશે. ત્રિચીમાં યુવાઓને સંબોધિત કરી. આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સુપરસ્ટાર રજનીકાંત પણ રેલીમાં આવશે, જો કે, તેઓ આવ્યા નહોતા, પરંતુ નહીં આવવું પણ એક પ્રશ્ન છોડી ગયું છે. એ પ્રશ્ન એ છે કે રેલીમા નહીં આવવા અને આવવાથી મોટું છે, ભાજપનું સમર્થન.

રજની નહીં આવવાથી રેલીમાં મોદીના ભાષણને કોઇ ફેર પડ્યો નથી, પરંતુ હાં, એક પરિકલ્પનાએ જરૂર જન્મ આપ્યો છે. એ છે કે જો ખરેખર મોદીને રજનીનું ખુલ્લુ સમર્થન મળી જાય, એકવાર પણ રજનીકાંત જનતાને એમ કહીં દે કે વોટ માત્ર એનડીએને જ કરવાનો છે, તો જરા વિચારો શું થાય? અંગ્રેજીમાં કહેવામાં આવે છે જસ્ટ ઇમેજીન. જી હાં, તમે એ પરિસ્થિતિઓ અને પરિણામોને અહીં આ લેખમાં ઇમેજીન કરી શકાય છે.

તમિળનાડુમાંથી મુસ્લિમ વોટ પાક્કા

તમિળનાડુમાંથી મુસ્લિમ વોટ પાક્કા

મોદીના પીએમ પદ માટેની દોડમાં માત્ર એક ફેક્ટર છે, જે તેમને પાછળ ધકેલે છે. તે છે 2002ના રમખાણ, માત્ર એ જ કારણે મુસ્લિમ આજે પણ મોદીથી દૂર રહેવા ઇચ્છે છે, પરંતુ જરા વિચારો જો રજનીકાંતે તમિળનાડુના મુસલામાનોને કહેવામાં આવે કે વોટ ભાજપ અથવા તેના સહયોગી દળને કરવાનું છે, તો તમિળનાડુના કુલ 7 ટકા મત પાકા, કારણ કે તમિળનાડુની કુલ જનસંખ્યામાં 7 ટકા મુસ્લિમો છે.

તમે વિચારી રહ્યા હશો કે રજનીના મુસ્લિમ ફેન્સ તેમની વાત શા માટે માનશે, તો જવાબ શોધવા માટે તમે વિશ્વરૂપમન પડદો ઉઠાવીને જોઇ શકો છો. જે સમયે કમલ હસનની વિશ્વરૂમપ આવવાની હતી અને રાજ્યના મુસલમાનો ફિલ્મની રિલીજ માટે રાજી નહોતા, ચારો તરફ વિરોધ ચાલી રહ્યો હતો, ત્યારે રજનીકાંતના કહેવાથી મુસ્લિમ સમુદાયે ફિલ્મને લીલી ઝંડી આપવામાં આવી હતી.
રજનીનો ફેન બેસ

રજનીનો ફેન બેસ

રાજનેતાઓની વાત કરીએ તો વર્તમાનમાં સૌથી મોટ ફેનબેસ નરેન્દ્ર મોદીનો છે, જો અભિનેતાની વાત કરીએ તો તેમાં રજનીકાંત ટોપ પર છે. અહીં સુધી અમિતાભ બચ્ચન પણ આ મામલે ફીકા પડે છે. જે તમિળનાડુમાં રજનીકાંતની કોઇ ફિલ્મનો હીરો માનવામાં આવે છે, તો ફેન્સ એ સમયે ફિલ્મનો એન્ડ બદલાવી નાંખે છે, એ સમયે રાજ્યમાં જો મોદીને મત કરવાનું કહેવામાં આવે, તો એક પણ ફેન મોદીને મત આપવામાં આનાકાની નહીં કરે.

આખા દિક્ષણ પર કબજો

આખા દિક્ષણ પર કબજો

રજનીકાંતના ફેન માત્ર તમિળનાડુમાં જ નહીં, કારણ કે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ રજનીનો જોરદાર ફેન બેસ છે. તેવામાં મોદી અને રજની એક સાથે આવવાથી ભાજપ સહેલાયથી આખા દક્ષિણના મતો પર કબજો કરી શકે છે.

કોંગ્રેસનો છૂટી જશે પરસેવો

કોંગ્રેસનો છૂટી જશે પરસેવો

તેવામાં કોઇ શંકા નથી કે, જો રજનીકાંતનો સાથ ભાજપને મળી ગયો તો દક્ષિણમાં કોંગ્રેસે પોતાના અસ્તિત્વ માટે લડાઇ લડવી પડી શકે છે, તેવામાં કોંગ્રેસને પરસેવો છૂટવો સ્વાભાવિક છે.

English summary
Narendra Modi is all set to speak in a rally in Trichy of Tamil Nadu. What happened if film star Rajinikanth also come and give full support to Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X