રાજીવની હત્યા દેશની આત્મા પર હુમલોઃ મનમોહન સિંહ
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી દેવાના નિર્ણય અંગે વડાપ્રધાન મનમોહન સિંહએ ઉંડી નિરાશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દોષીઓને છોડી મુકવાનો નિર્ણય કાયદા વિરુદ્ધ છે. તેમણે રાજીવ ગાંધીની હત્યાને દેશની આત્મા પર હુમલો ગણાવ્યો છે.

બીજી તરફ, કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે, આશા છે કે, સુપ્રીમ કોર્ટ અમારી યાચિકા પર ટૂંક સમયમાં સુનાવણી કરશે. નિરાશાજનક વાત એ છે કે પાર્ટીઓ આતંકવાદના મુદ્દે બેવડું વલણ અપવાની રહ્યાં છે.
જ્યારે મનીષ તિવારીએ કહ્યું કે આ નિર્ણય કાયદાની વિરુદ્ધ છે. અમે આ મામલાને ગંભીરતાથી લઇએ છીએ. રાજીવ ગાંધીની હત્યાં કોઇ સાધારણ વાત નહોતી. અમને આશા છે કે, આ મામલામાં પક્ષાપક્ષીના રાજકારણ પરથી ઉપર ઉઠીને નિર્ણય લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવ્યો હતો, તેનાથી અમે સહમત નથી. જે પગલાં ભરવા જોઇતા હતા તે ભરી રહ્યાં છીએ.












Click it and Unblock the Notifications
