આતંકવાદ પર કાબૂ મેળવવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે: રાજનાથ

રાજનાથ સિંહે કહ્યું કે આતંકવાદ પર નિયંત્રણ મેળવવામાં કોંગ્રેસની યુપીએ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છે. તેમણે જણાવ્યું કે દેશને દરેક પ્રકારના હુમલાઓ માટે તૈયાર રાખવું જોઇએ. સરકારને આતંકવાદની સામે સંપૂર્ણ તાકાતથી લડવું જોઇએ.
બીજેપી અધ્યક્ષે જણાવ્યું કે ભારતમાં સ્લીપર મોડ્યુલોનું આ કૃત્ય હોઇ શકે છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં તપાસની માંગ કરે છે. સાથે સાથે તેમનું કહેવું છે કે ભારત સરકાર આ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ધાર્મિક સ્થળની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરે.
તેમણે જણાવ્યું કે બધી સુરક્ષા એજન્સીયો વચ્ચે સુમેળ હોવું જોઇએ, પરંતુ યુપીએ સરકારમાં આઇબી અને સીબીઆઇ આમને-સામને આવી ગઇ છે. આ અવસરે પાર્ટીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદ પણ હાજર હતા.
રવિવારે આ મંદિરમાં 10 શ્રેણીબદ્ધ બોમ્બબ્લાસ્ટ થયા હતા. આ વિસ્ફોટોમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. વિસ્ફોટોના પગલે બિહારની સાથે સાથે રાષ્ટ્રીય સ્તર પર પણ રાજકારણ નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થઇ ચૂક્યો છે.
સોમવારે બીજેપી અને આરજેડીએ મગધ સંભાગમાં બંધનું આહ્વાન કર્યું હતું, સોમવારે રાજ્યના સીએમ નીતિશ કુમારે આરજેડી અને બીજેપી પર આ મુદ્દે હાથ મીલાવ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
