રાજનાથ મળશે સુષમા સ્વરાજને, કરી શકે છે પીએમ પદ મુદ્દે ચર્ચા

sushma swaraj
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને ચાલી રહેલી ઘમાસણની વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ આજે વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરવા તેમના ઘરે જવાના છે. બંને નેતાઓની લંચ પર મુલાકાત થશે અને એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રીના પદની ઉમેદવારીની સાથે સાથે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર રાજનાથસિંહ પાર્ટીના મુખ્યાલયની મુલાકાત લેશે, ત્યારબાદ સુષમા સ્વરાજ સાથે લંચનો કાર્યક્રમ છે.

ઉલ્લેખનીય છે કે ભાજપાનો આંતરિક કલેહ સૌની સામે છે. એકબાજુ કર્ણાટકની સરકારને લઇને પાર્ટી ચિંતામાં છે, જ્યારે પાર્ટીની ગુટબાજી એક મોટી સમસ્યા બનીને સામે આવી રહી છે. ત્યાંજ આરએસએસના ચિંતક એમજી વૈદ્યએ પોતાના બ્લોગ પર આ અંગે ખુલાસો કરી ચૂક્યા છે.

એમજી વૈદ્યએ આશંકા વ્યક્ત કરી હતી કે નિતિન ગડકરીનું અધ્યક્ષ પદ છોડવું એ કેટલાક નેતાઓનું કાવતરાનું પરિણામ હતું. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ સુષમા સ્વરાજને પ્રધાનમંત્રી પદ માટે યોગ્ય ગણાવ્યા છે. શિવસેનાએ દિવંગત બાળા સાહેબ ઠાકરેને યાદ કરતા જણાવ્યું કે તેમણે જ સુષમા સ્વરાજને પ્રધાનમંત્રી બનાવવાના પક્ષમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.

એનડીએ ગઠબંધનના સૌથી મોટા ઘટક ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનંત્રી પદના ઉમ્મેદવાર જાહેર કરવાની માંગે જોર પકડ્યું છે. આની વચ્ચે શીવસેનાએ આ ચર્ચામાં કૂદીને પાર્ટીને એક નવી દીશામાં પહોંચાડી દીધી છે. જ્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની ભલામણ કરી છે.

તેમના ઉપરાંત યશવંત સિંહાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે "અમે જ્યાં પણ જઇએ છીએ ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી 2014 માટે પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની માગણી કરવામાં આવી રહી છે. જેના કારણે લાગી રહ્યું છે કે નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે ભાજપે આગળ કરવા જોઇએ. જ્યાં સુધી સાથી પક્ષ જેડીયુનો પ્રશ્ન છે એ પછીથી જોઇ લેવામાં આવશે. મોદીને ટોચના પદ માટે અત્યારથી ઉમેદવાર ઘોષિત કરવાથી પાર્ટીને લાભ થશે"

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X