સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોકસભાને આપી પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ટકરાવની માહિતી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભામાં પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી)ની સ્થિતિ વિશે માહિતી આપી છે.
નવી દિલ્લીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મંગળવારે લોકસભામાં પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી)ની સ્થિતિ વિશે માહિતી આપી છે. રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં કહ્યુ છે કે એપ્રિલ મહિનાથી જ પૂર્વ લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાન અડી ગયા છે. આ સાથે જ તેમણે સંસદને ભરોસો પણ અપાવ્યો છે કે એલએસીની યથાસ્થિતિમાં કોઈ પણ સ્થિતિમાં ફેરફાર સહન કરવામાં નહિ આવે. સરકાર તરફથી ચીન સાથે ચાલી રહેલ ટકરાવ પર આ પહેલુ અધિકૃત નિવેદન છે જેમાં સ્વીકારવામાં આવ્યુ છે કે લદ્દાખમાં ચીની સૈનિક હાજર છે.

સંરક્ષણ મંત્રીએ સ્વીકાર્યુ, આ વખતે સ્થિતિ અલગ
સંરક્ષણ મંત્રીએ પોતાના સંબોધનમાં માન્યુ છે કે આ વર્ષની સ્થિતિ પૂર્વમાં થયેલા ટકરાવોથી બહુ જ અલગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથે કહ્યુ, 'આ સંસદની એક ગૌરવશાળી પરંપરા રહી છે કે જ્યારે પણ દેશ સામે કોઈ મોટો પડકાર આવ્યો છે તો આ સંસદે ભારતીય સેનાઓની દ્રઢતા અને સંકલ્પ પ્રત્યે પોતાની પૂરી એકતા અને ભરોસો બતાવ્યો છે.' તેમણે સંસદને ભરોસો અપાવ્યો કે સેનાઓ અને જવાનોને જોશ અને હિંમત બુલંદ છે. સંરક્ષણ મંત્રીએ જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અચાનક લદ્દાખ પ્રવાસનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યુ, 'પ્રધાનમંત્રીના બહાદૂર જવાનો વચ્ચે ગયા બાદ આપણા કમાંડર અને જવાનોમાં એ સંદેશ ગયો છે કે દેશના 130 કરોડ દેશવાસી જવાનો સાથે છે.' સાથે જ તેમણે આશ્વાસન આપ્યુ છે કે ભારત વર્તમાન સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાન માટે પ્રતિબદ્ધ છે. સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે દેશે એ વાતનો ભરોસો રાખવો જોઈએ કે ભારત દરેક પ્રકારની પરિસ્થિતિઓ સામે નિપટવા માટે તૈયાર છે.
કેમ થઈ હતી ગલવાન ઘાટીમાં હિંસા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં 15 જૂને ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપી. તેમણે જણાવ્યુ કે કેવી રીતે ગલવાન ઘાટીમાં ચીન સાથે ટકરાવ હિંસક થઈ ગયો હતો. સંરક્ષણ મંત્રીના શબ્દોમાં, 'એલએસી પર ટકરાવ વધતો જોઈ બંને તરફથના સૈન્ય કમાંડરોએ 6 જૂન 2020એ મીટિંગ કરી. એ વાત પર સંમતિ બની કે પરસ્પર કાર્યવાહી હેઠળ ડિસએન્ગેજમેન્ટ કરવામાં આવે. બંને પક્ષ એ વાત પર પણ સંમત થયા હતા કે એલએસીને માનવામાં આવશે તથા એવી કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે જેનાથી યથાસ્થિતિ બદલે.' તેમણે આગળ જણાવ્યુ, 'આ સંમતિના ઉલ્લંઘનમાં ચીન તરફથી હિંસક ફેસઑફની સ્થિતિ 15 જૂને ગલવાનમાં તૈયાર કરવામાં આવી હતી. આના પર આપણા બહાદૂર જવાનોએ પોતાના જીવનુ બલિદાન આપ્યુ પરંતુ સાથે જ ચીની પક્ષને ભારે નુકશાન પણ પહોંચાડ્યુ અને પોતાની સીમાની સુરક્ષામાં સફળ રહ્યા.'












Click it and Unblock the Notifications
