For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અદ્યતન હથિયારો જ આધુનિક યુગમાં યુદ્ધની નવી ટેકનિક છેઃ રાજનાથસિંહ

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ કે આર્મીને મજબૂત કરવા અને તેને ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યુ કે આર્મીને મજબૂત કરવા અને તેને ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ. રક્ષા મંત્રીએ કહ્યુ કે દેશની આર્થિક તાકાતનો પુરાવો તેનો હાલનો દારૂગોળો છે. દેશે આ ક્ષેત્રમાં વધુ સંશોધન કરવુ જોઈએ. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની એક ઈવેન્ટમાં બોલતા રક્ષા મંત્રીએ કહ્યુ કે આપણે એ સમયથી ઘણી આગળ નીકળી ગયા છે જ્યારે બૉમ્બની સાઈઝ અને વિસ્ફોટક ક્ષમતા મહત્વની હતી, હવે તેની તીવ્રતા પણ મહત્વની છે. રાજનાથ સિંહે કહ્યુ કે આધુનિક યુદ્ધમાં અદ્યતન શસ્ત્રો સચ્ચાઈ છે.

rajnath

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રક્ષા મંત્રાલય અને FICCI સાથેના સંયુક્ત કાર્યક્રમમાં જણાવ્યુ હતુ કે અત્યાર સુધી જાહેર કરાયેલ પૉઝિટિવ ઈન્ડિજિનાઈશેન યાદીમાં 43 શસ્ત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે જે હવે સ્વદેશી રીતે બનાવવામાં આવી રહ્યા છે. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ માટે આર્મ્સ ઉત્પાદક કંપનીઓએ એએમઓ ઈન્ડિયા મિલિટરી એમ્યુનિશનની સંભાવનાઓ પરના સેમિનારમાં ભાગ લીધો હતો. આ કંપનીઓએ આપણા દેશની આર્ટિલરી, ફાઇટર એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજો માટે લાંબા સમયથી બનાવવામાં આવી રહેલા દારૂગોળાને પણ પ્રદર્શિત કર્યો હતો અને એ યોજનાઓ પણ વર્ણવી જે હાલમાં પાઇપલાઇનમાં છે અને ટૂંક સમયમાં અસરકારક બનવા જઈ રહી છે તેની વિગતો પણ આપી હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે 2017માં સરકારે દારૂગોળો માટે RFP જાહેર કર્યો ત્યારબાદ 12 અલગ-અલગ પ્રકારના શસ્ત્ર ઓળખ કરવામાં આવી અને તેના પર કામ કરવાનુ શરૂ કર્યુ.

રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર 4 અલગ-અલગ પ્રકારના દારૂગોળાની ટ્રાયલ પૂર્ણતાના આરે છે. આ પ્રસંગે બોલતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે બાલાકોટ સ્ટ્રાઈકને યાદ કરાવતા કહ્યુ કે દેશમાં પહેલીવાર બાલાકોટ સ્ટ્રાઈક માટે ટ્રેનિંગ ગાઈડેડ એમ્યુનિશનનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમાં વાયુસેનાને મોટી સફળતા મળી. આધુનિક યુદ્ધક્ષેત્રનો દારૂગોળો તેના નવા અવતારમાં ઉભરી રહ્યો છે જે એકવાર પ્રોગ્રામ કર્યા પછી આપમેળે ઇનપુટ લઈ શકે છે, કોર્સ સુધારણા કરી શકે છે અને યોગ્ય સમયે યોગ્ય સ્થાનને લક્ષ્ય બનાવી શકે છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહના કહેવા મુજબ પહેલા બૉમ્બના કદ અને વિસ્ફોટક ક્ષમતા જ મહત્વની હતી પરંતુ હવે તેની ચતુરાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. સ્માર્ટ, સચોટ અને સ્વાયત્ત શસ્ત્ર પ્રણાલીના ફાયદાઓ વિશે વિગતવાર જણાવતા રાજનાથ સિંહે કહ્યુ કે તે ફક્ત ઇચ્છિત વિસ્તારોને જ લક્ષ્ય બનાવે છે. "જો દુશ્મનના પાયાનો નાશ કરવો હોય, તો ચોકસાઇથી દારૂગોળો તેને પસંદ કરશે નહિ કે નાગરિક સ્થાપનને. પરંપરાગત દારૂગોળાની બાબતમાં આવુ નથી. સાત નવી સંરક્ષણ કંપનીઓ જે અગાઉના શસ્ત્ર નિર્માણ બોર્ડમાંથી અલગ કરવામાં આવી હતી તે સારુ પ્રદર્શન કરી રહી છે. આ કંપનીઓમાંથી 6 કંપનીઓએ તેમની શરૂઆતના છ મહિનામાં નફો નોંધાવ્યો છે. મુનિશન્સ ઈન્ડિયા લિમિટેડે રૂ.500 કરોડના નિકાસ ઓર્ડર મેળવ્યા છે જે સિદ્ધિને દેશમાં દારૂગોળો ઉદ્યોગની વિશાળ સંભાવનાના સૂચક તરીકે વર્ણવે છે.

English summary
Rajnath Singh says advanced ammunition is reality of new age warfare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X