For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજનાથ સિંહની પાકિસ્તાનને ચેતવણી, 1971ની ભૂલ ના કરતા, PoKનુ શું થશે વિચારી લેજો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે એક વાર ફરીથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે પાકિસ્તાનને કહ્યુ કે તે વર્ષ 1971વાળી ભૂલ ફરીથી ના કરે.

|
Google Oneindia Gujarati News

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે એક વાર ફરીથી પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેમણે પાકિસ્તાનને કહ્યુ કે તે વર્ષ 1971વાળી ભૂલ ફરીથી ના કરે. આવુ કરવા પર તે વિચારી લે કે પીઓકેનુ શું થશે. બુધવારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જયંતિ સમારંભમાં બોલતા રાજનાથ સિંહે આ મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે તેમની પાર્ટી (ભાજપ) ચૂંટણી હારવાનુ પસંદ કરશે પરંતુ દેશ સાથે છેતરપિંડી ક્યારેય સહન નહિ કરે.

રાજનાથની પાકને ચેતવણી

રાજનાથની પાકને ચેતવણી

સંરક્ષણ મંત્રીએ કહ્યુ કે તે વારંવાર સૂચન આપી ચૂક્યા છે કે પાકિસ્તાનને. 1971માં પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા. પાકિસ્તાન અને બાંગ્લાદેશ બની ગયુ હતુ. મે કહ્યુ હતુ 1971ની ભૂલ ફરીથી ના કરતૈ નહિ તો પીઓકેનું શું થશે, સારી રીતે સમજી લેજો.

સેના સંપૂર્ણપણે તૈયાર

આજે જ રાજનાથ સિંહે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી શિબિરોના સક્રિય હોવાના સમાચારો પર ચેન્નઈમાં નિવેદન આપ્યુ હતુ કે ચિંતા ના કરો, અમારી સેના સંપૂર્ણપણે તૈયારી છે. થોડા દિવસો અગાઉ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યુ હતુ કે બાલાકોટમાં જ્યાં ઈન્ડિયન એરફોર્સ (આઈએએફ) એ એર સ્ટ્રાઈક કરી હતી ત્યાં ટેરર કેમ્પ્સ ફરીથી સક્રિય થઈ ગયા છે.

આ પણ વાંચોઃ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી બોલ્યા- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરશેઆ પણ વાંચોઃ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં મોદી બોલ્યા- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારત 1.3 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરશે

પીઓકે પર થશે વાત

પીઓકે પર થશે વાત

ઉલ્લેખનીય છે કે રવિવારે રાજનાથ સિંહે કહ્યુ હતુ પાકિસ્તાન સાથે હવે પીઓકે પર વાત થશે. પટનાની જનજાગરણ રેલીમાં રાજનાથે કહ્યુ કે કાશ્મીરમાં આતંકવાદને જન્મ આપવામાં અનુચ્છેદ 370 અને અનુચ્છેદ 35એની મોટી ભૂમિકા રહી. આમાં કાશ્મીરને રક્તરંજિત કરી દીધુ હતુ. હવે જોઈએ છે કે પાકિસ્તાનમાં કેટલી હિંમત છે અને કાશ્મીરમાં કેટલા આતંકવાદી પેદા થાય છે. રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવ્યુ છે કે હવે પાકિસ્તાન સાથે વાત થશે તો કાશ્મીર પર નહિ પરંતુ પીઓકે પર વાત થશે.

English summary
rajnath singh warns pakistan tonot repeat 1971 mistake and think about pok
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X