For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પૂણેમાં ઓલિમ્પિક ખેલાડીઓને સન્માનિત કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટાના રોજ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. આ આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં સંરક્ષણ સેવાઓના ઓલિમ્પિયન્સને સન્માનિત કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23 ઓગસ્ટાના રોજ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી (DIAT) અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (ASI) ની મુલાકાત લેશે. આ આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટમાં સંરક્ષણ સેવાઓના ઓલિમ્પિયન્સને સન્માનિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા તમામ સશસ્ત્ર દળોના કર્મચારીઓ આ પ્રસંગે હાજર રહેવાની ધારણા છે, જેમાં ગોલ્ડ મેડલ વિજેતા ભાલા ફેંકનાર સુબેદાર નીરજ ચોપરાનો સમાવેશ થાય છે.

Rajnath Singh

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમની મુલાકાત દરમિયાન આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટના ઉભરતા ખેલાડીઓ અને સૈનિકો સાથે પણ વાતચીત કરશે. આ દરમિયાન તેમની સાથે આર્મી ચીફ જનરલ મનોજ એમ. નરવણે પણ હાજર રહેશે.

સ્ટેડિયમનું નામ નીરજ ચોપરાના નામ પરથી રાખવામાં આવશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંસ્થાના ગ્રાઉન્ડનું નામ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાના નામ પર રાખવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરાએ પોતે ASIમાં ટ્રેનિંગ લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ 16 ઓલિમ્પિયન્સનું સન્માન કરશે.

આ સિવાય તેમને આર્મીના જવાનો અને ત્યાં ટ્રેનિંગ લેતા ખેલાડીઓને પણ સંબોધિત કરશે. DIATમાં રાજનાથ સિંહ સંસ્થાની સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે અને એમટેક, પીએચડી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ ઉપરાંત કેમ્પસમાં નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે.

English summary
Defense Minister Rajnath Singh will visit Defense Institute of Advanced Technology (DIAT) and Army Sports Institute (ASI) on August 23. The Defense Sports Olympians will be honored at this Army Sports Institute.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X