Rajouri Encounter : રાજૌરીમાં બે આતંકી ઠાર, ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

Rajouri Encounter : જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ સામે કડક કાર્યવાહી થઇ રહી છે. શુક્રવારના રોજ ફરી એકવાર સુરક્ષાકર્મીઓએ બે આંતકવાદીઓને ઠાર કર્યા છે.

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 2 આતંકવાદી ઠાર થયા હતા અને એક અધિકારી પણ ઘાયલ થયા હતા.

Rajouri Encounter

શુક્રવારના રોજ રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

જવાનોએ ચાર્જ સંભાળી લીધો અને આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા હતો. ઉલ્લેખનીય છે કે, આ એન્કાઉન્ટરમાં સેનાનો એક અધિકારી ઘાયલ થયો છે. ઘાયલ અધિકારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પૂંચમાં આતંકી હુમલા બાદથી ખીણમાં આતંકીઓ વિરુદ્ધ સેનાની કાર્યવાહી સતત ચાલી રહી છે. બુધવાર, ગુરુવાર અને હવે શુક્રવારે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધર્યું છે. ઘાટીમાં આતંકી હુમલાના ઇનપુટ બાદ સેનાએ સતત મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એલર્ટ મોડમાં સેના સતત આતંકીઓનો ખાત્મો કરી રહી છે.

ઘાટીમાં આતંકવાદીઓ સતત સુરક્ષા દળો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહારા વિસ્તારમાં ગુરુવારના રોજ પણ આતંકી હુમલો થયો હતો.

આતંકવાદીઓએ પોલીસ દળ પર હુમલો કર્યો, જેમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. આ ઘટના બાદ હજુ સુધી એ જાણી શકાયું નથી કે, આતંકીઓ હાલમાં ક્યાં છે. હુમલા બાદ પોલીસ દળોએ આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X