Rajya Sabha Elections : જમ્મુ-કાશ્મીરની 4 રાજ્યસભા સીટ માટે પેટાચૂંટણી જાહેર, જાણો તારીખ
Rajya Sabha Elections : જમ્મુ-કાશ્મીર માટે એક મહત્ત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવ્યા છે. ભારતના ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરની લાંબા સમયથી ખાલી પડેલી 4 રાજ્યસભા બેઠકો પર પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
ચૂંટણી પંચે માહિતી આપી છે કે આ ચારેય બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા આગામી મહિને એક જ દિવસમાં પૂરી કરી લેવામાં આવશે.

મતદાન અને મતગણતરી 24 ઓક્ટોબરે યોજાશે સાંજે મતદાન સમાપ્ત થયાના એક કલાક પછી મતગણતરી પણ શરૂ થઈ જશે, જેનાથી પરિણામ પણ તે જ દિવસે જાહેર થઈ જશે. આ બેઠકો ફેબ્રુઆરી 2021 થી ખાલી છે.
ચૂંટણી પ્રક્રિયાની સમયરેખા
- ચૂંટણીની અધિસૂચના (Notification) જાહેર થવાની તારીખ : 6 ઓક્ટોબર
- નામાંકન (Nominations) ભરવાની છેલ્લી તારીખ : 13 ઓક્ટોબર
- નામાંકનની ચકાસણી (Scrutiny)ની તારીખ : 14 ઓક્ટોબર
- નામ પાછું ખેંચવાની (Withdrawal) છેલ્લી તારીખ : 16 ઓક્ટોબર
ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ (Reorganization Act) ની જોગવાઈઓ અનુસાર, હવે આ બેઠકો જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) ને ફાળવેલી ગણાશે.
અગાઉ આ બેઠકો ખાલી રહી હતી કારણ કે વિધાનસભાની ગેરહાજરીના કારણે ચૂંટણી કરાવવા માટે જરૂરી ચૂંટણી મંડળ (Electoral College) ઉપલબ્ધ નહોતું.












Click it and Unblock the Notifications
