રાજ્યસભાની 15 સીટો પર આજે ચૂંટણી, જાણો ક્યાં અને કેવી રીતે થશે વોટિંગ? કઈ-કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ?

Rajya Sabha Election 2024: રાજ્યસભાની 15 બેઠકો માટે આજે મંગળવારે એટલે કે 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. 15 રાજ્યોમાંથી રાજ્યસભાના કુલ 56 સભ્યોની ચૂંટણી થવાની હતી. આમાંથી 41 નિર્વિરોધ ચૂંટાઈ ચૂક્યા છે. બાકી બચેલી 15 સીટો પર આજે ચૂંટણી થવાની છે. આ 15માં 10 સીટો ઉત્તર પ્રદેશ, 4 કર્ણાટક અને એક સીટ હિમાચલ પ્રદેશની છે.

27 ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી પણ 27 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 29 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે.

Rajya Sabha Election 2024

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાંથી 10 બેઠકો, મહારાષ્ટ્ર અને બિહારમાંથી 6-6 બેઠકો, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાંથી 5-5 બેઠકો, ગુજરાત અને કર્ણાટકમાંથી 4-4 બેઠકો અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને ઓડિશામાંથી 3-3 બેઠકો અને ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી 1-1 બેઠક હતી.

Rajya Sabha Election: ક્યાં યોજાશે ચૂંટણી અને કઈ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

રાજ્યસભાની ચૂંટણી માટે મંગળવારે એટલે કે 27મી ફેબ્રુઆરીએ વિધાન ભવનના તિલક હોલ અને રૂમ નંબર 80માં મતદાન થશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને રિટર્નિંગ ઓફિસરે મતદાન સ્થળે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.

રિટર્નિંગ ઓફિસરે તમામ ચૂંટણી ઉમેદવારો અથવા તેમના અધિકૃત પ્રતિનિધિઓ, મતદારો, ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓ અને મીડિયા વ્યકિતઓને મતદાન સ્થળે મોબાઈલ ફોન લઈ જવાની મનાઈ ફરમાવી છે.

Rajya Sabha Election: આ નેતાઓનો કાર્યકાળ થઈ રહ્યો છે સમાપ્ત

1. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 2. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા 3. બીજેડીના સભ્ય પ્રશાંત નંદા 4. બીજેડીના સભ્ય અમર પટનાયક 5. બીજેપીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુની 6. ગુજરાતના કોંગ્રેસના સદસ્ય નારણભાઈ રાઠવા 7. અમી યાજ્ઞિક 8. આ ઉપરાંત, વર્તમાન પદાધિકારીઓનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થાય છે.

Rajya Sabha Election: ખાલી જગ્યાઓમાં આ મંત્રીઓના નામ સામેલ?

1. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ 2. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન 3. પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ 4. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા 5. પરષોત્તમ રૂપાલા, 6. ડૉ. એલ મુરુગન 6. રાજીવ ચંદ્રશેખર અને નવ કેન્દ્રીય પ્રધાનોની બેઠકોનો પણ સમાવેશ થાય છે. 7. ડૉ. કિરોડી લાલ મીણાએ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X