રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા વધુ 5 ઉમેદવારના નામ, જાણો કોને-કોને મળી ટિકિટ?
Rajya Sabha Elections: લોકસભા ચૂંટણી પહેલા 15 રાજ્યોની 56 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. 15મી ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે. આ પહેલા એટલે કે 14મી ફેબ્રુઆરીએ ભાજપે ચૂંટણી માટે વધુ 5 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
જેમાં ડૉ.એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નરોલિયા, મધ્યપ્રદેશના બંસીલાલ ગુર્જર અને ઓડિશાના અશ્વિની વૈષ્ણવનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ ભાજપે કોને ટિકિટ આપી.

ઉત્તર પ્રદેશ- આરપીએન સિંહ, સુધાંશુ ત્રિવેદી, અમરપાલ મૌર્ય, સાધના સિંહ, ચૌધરી તેજવીર સિંહ, સંગીતા બલવંત, નવીન જૈન
મધ્ય પ્રદેશ- ડૉ. એલ મુરુગન, ઉમેશ નાથ મહારાજ, માયા નારોલિયા
ઓડિશા- અશ્વિની વૈષ્ણવ
બિહાર- ધર્મશિલા ગુપ્તા, ભીમ સિંહ
છત્તીસગઢ- રાજા દેવેન્દ્ર પ્રતાપ સિંહ
હરિયાણા- સુભાષ બરાલા
કર્ણાટક- નારાયણ કૃષ્ણા ભંડાગે
ઉત્તરાખંડ- મહેન્દ્ર ભટ્ટ
પશ્ચિમ બંગાળ- સમિક ભટ્ટાચાર્ય
રાજસ્થાન- ચુન્નીલાલ ગરાસિયા, મદન રાઠોડ
તમને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 સીટો પર યોજાશે. આ અંગે ભાજપ, બીજેડી, ટીએમસી પાર્ટીઓએ તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. પાર્ટીમાં હજુ પણ મંથન ચાલી રહ્યું છે.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने दो राज्यों में होने वाले आगामी राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/HcCb8iRDVj
— BJP (@BJP4India) February 14, 2024












Click it and Unblock the Notifications
