રાજ્યસભાની બેઠક 100 કરોડમાં મળે છે : કોંગી નેતા વીરેન્દ્ર સિંહ
યમુનાનગર, 29 જુલાઇ : કોંગ્રેસી નેતા વીરેન્દ્ર સિંહ ચૌધરીએ પોતાની જ કોંગ્રેસ સરકાર પર સનસનાટી ભર્યો અને મોટો વિવાદ જન્માવે તેવો આરોપ લગાવી દીધો છે. હરિયાણાથી રાજ્યસભા સાંસદ ચૌધરી વીરેન્દ્ર સિંહે દાવો કર્યો છે કે રેલવે મંત્રીની ખુરશી કાબેલિયત નહીં પણ દાનથી મળે છે. તેમનો ઇશારો કેવા દાન અંગે છે તે અંગે હવે વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
વીરેન્દ્ર સિંહે જણાવ્યું કે તેમનું રેલવે મંત્રી બનવું લગભગ નક્કી હતું. પણ છેલ્લી ઘડીએ તેમનું પત્તું સાફ થઇ ગયું. તેમણે જણાવ્યું કે "રેલવે મંત્રી માટે નામ નક્કી થઇ ગયું હતું. રાષ્ટ્રપતિની ચિઠ્ઠી પણ આવી ગઇ હતી. જો કે રેફરીએ સિટી વગાડી દીધી."

કોંગ્રેસના પૂર્વ મહાસચિવે આ દર્દને મહમોહન સિંહની કેબિનેટને માર્કેટમાં મળતો માલ બનાવી દીધી છે. જીંદમાં 20 ઓગસ્ટે કોંગ્રેસની રેલી છે. આ રેલીમાં સોનિયા ગાંધી આવવાના છે. આ વખતે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા પણ ઉભા રહેશે.
વીરેન્દ્ર સિંહે કાર્યકર્તાઓને આંમંત્રણ આપવાની સાથે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું કે "ખુરથી મેળવવા માટે બીજી પણ સીડીઓની જરૂર પડે છે. રાજ્યસભાની બેઠક રૂપિયા 100 કરોડમાં મળે છે."












Click it and Unblock the Notifications
