અસદુદ્દીન ઓવૈસી પર ભડક્યા રાકેશ ટિકેત, બોલ્યા - 'આ બેલગામ સાંઢ, ભાજપની મદદ કરે છે'

રાકેશ ટિકેતે ઓવૈસી પર નિશાન સાધીને કહ્યુ કે એક તમે અહીં બેલગામ દાંતવાળો સાંઢ છોડી મૂક્યો છે જે ભાજપની મદદ કરી રહ્યો છે. જાણો બીજુ શું કહ્યુ.

નવી દિલ્લીઃ ખેડૂત નેતા રાકેશ ટિકેત સતત ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધી રહ્યા છે. તે માત્ર ભાજપ નહિ પરંતુ તેની મદદ કરનાર નેતાઓને પણ આડે હાથ લેવાનુ નથી ચૂકી રહ્યા. રાકેશ ટિકેતે ઓવૈસી પર નિશાન સાધીને કહ્યુ કે એક તમે અહીં બેલગામ દાંતવાળો સાંઢ છોડી મૂક્યો છે જે ભાજપની મદદ કરી રહ્યો છે, તેને બાંધીને રાખો. તે ભાજપની સૌથી મોટી મદદ કરે છે, એને બહાર ના જવા દો, એ બોલે છે કંઈ અને તેનો હેતુ કંઈક બીજો હોય છે, એની તપાસ કરી લો અથવા એને બાંધીને રાખી લો. તેને હૈદરાબાદ અને તેલંગાનાથી બહાર ના જવા દો.

rakesh tikait

અસદુદ્દીન ઓવૈસીના નામ માટે ટિકેતે કહ્યુ કે જો તે હૈદરાબાદ, તેલંગાનાથી બહાર જાય તો ભાજપની મદદ કર છે, આ વાત આખા ભારતને ખબર છે, આ બેલગામ સાંઢ છે. ભાજપવાળા એને તોડી-મરોડીને રજૂ કરે છે. આ બંને એ અને બી ટીમ છે. એટલુ જ નહિ ટિકેતે ઓવૈસીને ભાજપના ચાચાજાન ગણાવ્યા છે. આ લોકો હિંદુ-મુસ્લિમ કરાવવાનુ કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીને હારનો ડર સતાવી રહ્યો છે. આ જ કારણ જ્યાં ભાજપને હારનો ડર સતાવે છે ત્યાં ઓવૈસીની રેલીઓ કરાવવામાં આવે છે. જો કે ટિકેતે કહ્યુ કે આપણે આંદોલનકારી છે, રસ્તા પર ચૂંટણી લડીએ છીએ.

લોકોને સંબોધિત કરીને રાકેશ ટિકેતે કહ્યુ કે સંયુક્ત મોરચાની રણનીતિ ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે. આપણે ઉત્તર પ્રદેશના મતદારો પાસે જઈશુ અને તેમને કહીશુ કે તે ભાજપને હરાવે. આપણે ભાજપને હરાવવાનો નારો આપીશુ. એક વાર ફરીથી લઘુત્તમ ટેકાના મૂલ્યની માંગનુ પુનરાવર્તન કરીને ટિકેતે કહ્યુ કે આનાથી ખેડૂતોને મદદ મળશે. આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે તે એમએસપી પર ચર્ચા ચાલુ રાખશે. 27 નવેમ્બરે ખેડૂત સંયુક્ત મોરચાની બેઠક છે જ્યારે 29 નવેમ્બરે ખેડૂત ટ્રેક્ટર માર્ચ કાઢશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X