જાણો: રાખી સાવંતે તેવું તો શું કહ્યું કે આસામનું મુખ્યમંત્રીના પરસેવા છૂટી ગયા!

વિવાદ ઊભા કરવામાં રાખી સાવંત કોઇને પણ માત આપી શકે છે. પણ હાલમાં તેણે એક તેવું નિવેદન આપ્યું કે જેનાથી આસામના મુખ્યમંત્રી તરુણ ગોગાઇના પરસેવા છૂટી ગયા. બોલીવૂડની હોટ આયટમ ગર્લ રાખી સાવંતે કહ્યું કે આસામના મુખ્યમંત્રી તરુણ ગોગોઇ તેના બેસ્ટ ફ્રેન્ડ છે. બુધવારે રાખી સાવંતે આ વાતને જાહેરાત કરી હતી. જે બાદ આ અંગે આસામના મુખ્યમંત્રી એવા તરુણ ગોગોઇને પૂછવામાં આવ્યું તો તે હક્કા બક્કા રહી ગયા.

ગોગાઇએ કહ્યું કે કોણ છે રાખી, હું તો તેને ઓળખતો પણ નથી! જો કે થોડું વિચારી તેમણે કહ્યું મેં તેમના વિષે સાંભળ્યું છે પણ હું કદી તેમને મળ્યો હોવ તેવું મને યાદ નથી. એટલું જ નહીં તેમણે તો હસતા હસતા તે પણ કહી દીધું કે રાખીના આ નિવેદન બાદ તો હવે મારે મારી પત્નીને સફાઇ આપવી જ રહી. તેમણે કહ્યું કે હું કંઇ રાખીનો મિત્ર નથી.

જો કે આવું પહેલી વાર નથી બન્યું. રાખી સાવંતે આ પહેલા પણ અનેક વિવાદિત બયાનો આપ્યા છે. અને આપણા રાજકીય નેતાઓ પણ આ મામલે બિલકુલ પાછળ પડે તેવા નથી. આપણા અનેક રાજકીય નેતાઓએ પણ વિવાદિત નિવેદનો કર્યા છે. તો જરા આવા જ કેટલાક વિવાદિત નિવેદનો પર એક નજર કરો આ ફોટોસ્લાઇડરમાં

રાખી સાવંત- ગોગાઇ છે મારા બેસ્ટ ફ્રેન્ડ

રાખી સાવંત- ગોગાઇ છે મારા બેસ્ટ ફ્રેન્ડ

રાખી સાવંત આસામના મુખ્યમંત્રી તરુણ ગોગાઇને પોતાના બેસ્ટ ફેન્ડ જણાવીને તરુણ ગોગાઇના વિવાહિત જીવનમાં ભૂકંપ સર્જ્યો.

રાખી સાવંત કહ્યું સની લિયોનીને કરો બેન

રાખી સાવંત કહ્યું સની લિયોનીને કરો બેન

તો આ પહેલા પણ રાખી સાવંત સની લિયોની પર પણ બોલી ચૂકી છે. તેનું કહેવું હતું કે સની લિયોની જેવી ભૂતપૂર્વ પોર્નસ્ટારને બોલીવૂડ ઇન્ડ્રસ્ટ્રીએ બેન કરવી જોઇએ. તેણે તો એટલે સુધી કહી દીધું કે સની લિયોની કહો કે તે મારી ઇન્ડ્રસ્ટ્રીથી જતી રહે.

મુલાયમ સિંહ યાદવ- રેપ પર કમેન્ટ

મુલાયમ સિંહ યાદવ- રેપ પર કમેન્ટ

તો બીજી બાજુ આપણા રાજકીય નેતાઓ પણ અનેક વાર વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. જેમ કે મુલાયમ સિંહ યાદવનું કહેવું છે કે રેપ માટે છોકરાઓને ફાંસીને સઝા આપવી યોગ્ય નથી. તે તો છોકરાઓ છે તેમાંથી તો રેપ જેવી ભૂલ થઇ જાય!

અબુ આઝમી

અબુ આઝમી

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને આયેશા ટાંકિયા સસરા એવા અબુ આઝમીનું કહેવું છે મહિલાઓએ પુરુષની સાથે જ ઘરની બહાર પગ મૂકવો જોઇએ.

ગિરીરાજ સિંહ

ગિરીરાજ સિંહ

ભાજપના નેતા એવા ગિરીરાજ સિંહ પર વિવાદિત બયાનો કરવામાં આગળ છે તેમણે ચૂંટણી વખતે કહ્યું કે જે લોકો વડાપ્રધાન પદના ઉમેદવાદ તરીકે નરેન્દ્ર મોદીને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના માટે જલ્દી જ ભારતમાં કોઇ જગ્યા નહીં રહે અને તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ. વળી તેમણે ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના ગોરા વાન પર નિવેદન કર્યું હતું. જે મામલે તેમની સારી એવી નિંદા પણ થઇ હતી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ બાબાની પણ ધણીવાર બફાઇ જાય છે. જેમ કે "ગરીબી તો મનની એક માનસિક સ્થિતિ છે" તથા "ક્યાં સુધી બિહારના યુવાનો મહારાષ્ટ્ર જઇને ભીખ માંગશે" આવું તો કંઇ કેટલું કે કહી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X