રાષ્ટ્રીય અધિવેશનમાં 4 પ્રસ્તાવ, અખિલેશ રાષ્ટ્રીય અધ્યક્ષ, શિવપાલ-અમરસિંહ બરતરફ

Subscribe to Oneindia News

રાજધાનીમાં સમાજવાદી પાર્ટી મહાસચિવ રામગોપાલ યાદવ દ્વારા બોલાવવામાં આવેલ વિશેષ અધિવેશનમાં આજે પાર્ટી નેતાઓએ જે કહ્યુ તેનાથી સાબિત થઇ ગયુ કે સપામાં હજુ બધુ બરાબર નથી. અધિવેશનમાં આજે પાર્ટી નેતા રામગોપાલ યાદવે 4 પ્રસ્તાવ રજૂ કર્યા.

akhilesh

શું છે આ 4 પ્રસ્તાવ

સપા નેતાઓએ મુખ્યમંત્રી અખિલેશ યાદવને સર્વ સંમતિથી પાર્ટી અધ્યક્ષ માની લીધા છે. ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે. પાર્ટી મહાસચિવ અમર સિંહને પણ પાર્ટીમાંથી હટાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે અને મુલાયમ સિંહને માર્ગદર્શકની ભૂમિકા આપવામાં આવી છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે શું કહ્યુ

રાષ્ટ્રીય અધિવેશનમાં મુખ્યમંત્રી યાદવે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ કે મારા દિલમાં નેતાજી માટે બહુ જ સમ્માન છે પરંતુ કેટલાક લોકો તેમની સાથે મળીને ખબર નહિ શું નિર્ણયો લેવડાવી રહ્યા છે. એક દીકરો હોવાને નાતે મારી જવાબદારી છે કે હું આવા લોકોને રોકુ. રામગોપાલ યાદવે કહ્યુ કે પક્ષ માટે આ ઇમરજંસીવાળી સ્થિતિ છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે ખૂબ કામ કર્યુ પરંતુ તેમને ષડયંત્ર કરીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા. રામગોપાલ યાદવે નેતાજી અખિલેશને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો તેમજ શિવપાલ સિંહને પ્રદેશ અધ્યક્ષ પદેથી અને અમરસિંહને પક્ષમાંથી કાઢવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. રામગોપાલ યાદવે અધિવેશનમાં કહ્યુ કે બે વ્યક્તિએ ષડયંત્ર કરીને અખિલેશને પક્ષ પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવ્યા. આ લોકો નહોતા ઇચ્છતા કે અખિલેશ ફરીથી મુખ્યમંત્રી બને.

મુલાયમે નિર્ણય લેતા પહેલા શિવપાલ યાદવ સાથે બેઠક કરી હતી. આ અધિવેશન માટે શહેરમાં લાગેલા પોસ્ટર્સમાંથી શિવપાલના ફોટા કાઢી નાખવામાં આવ્યા હતા. અધિવેશનમાં શિવપાલ હાજર નહોતા રહ્યા. જો કે આ પહેલા જ મુલાયમ સિંહ યાદવે એક પત્ર જારી કરીને અધિવેશનને ગેરબંધારણીય ગણાવીને કાર્યકર્તાઓને આમા સામેલ નહિ થવા કહ્યુ હતુ.

નેતા આઝમ ખાનની કોશિશો રંગ લાવી

આ અધિવેશનમાં લોકો આશા રાખી રહ્યા હતા કે અખિલેશ સપામાં ચાલી રહેલ યાદવાસ્થળી માટે જવાબદાર લોકો સામે ખુલીને બોલે જો કે આવુ બન્યુ નહિ. વિવાદ અને મિલાપ બાદ પણ આ અધિવેશન રદ કરવામાં આવ્યુ નહિ. તમને જણાવી દઇએ કે શનિવારે 20 કલાકના નાટક બાદ છેવટે સપાના કદાવર નેતા આઝમ ખાનની કોશિશો રંગ લાવી અને તેમના કહેવા પર સપા સુપ્રીમો મુલાયમ સિંહે અખિલેશ યાદવ અને રામગોપાલ યાદવની બરતરફી રદ કરી હતી.

પા એક સાથે 'સાંપ્રદાયિક તાકાતો' સાથે લડશે

ત્યારબાદ એ નક્કી થયુ કે બધા સાથે બેસીને ઉમેદવારોની નવી યાદી તૈયાર કરશે અને આખો પક્ષ એકસાથે મળીને 'સાંપ્રદાયિક તાકાતો' સામે લડશે.

અમરસિંહ સામે થશે કાર્યવાહી

મુલાયમે કહ્યુ હતુ કે પક્ષમાં બધુ બરાબર છે પરંતુ અધિવેશનની વાતો સાંભળ્યા બાદ લાગતુ નહોતુ કે અહીં બધુ બરાબર હોય.

English summary
Ram Gopal Yadav on Friday, did not take a backseat even after Ram Gopal and Chief Minister Akhilesh Yadav were expelled from the party on Friday.
Please Wait while comments are loading...