‘યુવતી પસંદ હોય તો કોલ કરજો, કિડનેપ કરીને લઈ આવીશ': ભાજપ ધારાસભ્ય
મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્ય વિવાદિત નિવેદન આપીને સમાચારોમાં છવાઈ ગયા છે. ઘાટકોપરથી ભાજપ ધારસભ્ય રામ કદમે દહીં હાંડી આયોજન દરમિયાન યુવાનો માટે યુવતીઓ કિડનેપ કરવાની વાત કરી.
મહારાષ્ટ્રના સત્તાધારી પક્ષ ભાજપના ધારાસભ્ય વિવાદિત નિવેદન આપીને સમાચારોમાં છવાઈ ગયા છે. ઘાટકોપરથી ભાજપ ધારસભ્ય રામ કદમે દહીં હાંડી આયોજન દરમિયાન યુવાનોને સંબોધિત કર્યા અને તેમના માટે યુવતીઓ કિડનેપ કરવાની પણ વાત કરી. રામ કદમે કહ્યુ કે તમે જે યુવતીને પસંદ કરો છો, તે જો તમારો પ્રસ્તાવ ઠુકરાવે તો પણ હું તેનું અપહરણ કરી લાવીશ. રામ કદમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વિવાદિત નિવેદનનો વીડિયો કોંગ્રેસ પક્ષ (એનસીપી) ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

હું તેનું અપહરણ કરી લાવીશ
વીડિયોમાં રામ કદમ કહી રહ્યા છે, ‘જો યુવકને યુવતી પસંદ છે અને તેના મા બાપને યુવતી પસંદ પડે તો... પણ લગ્નમાં કોઈ વાંધો નથી... તો યુવતીને ભગાડીને લાવીને આપીશ.' વીડિયોમાં ભીડને સંબોધતા તેમણે કહ્યુ કે, ‘ હું મદદ કરીશ. 100 ટકા. પોતાના માતાપિતા સાથે મારી પાસે આવો. જો માતાપિતા આના પર રાજી હોય તો હું શું કરીશ? હું તે યુવતીનું અપહરણ કરી લઈશ અને તેને લગ્ન માટે તમારા હવાલે કરી દઈશ.' વીડિયોમાં કદમ ભીડને પોતાનો મોબાઈલ નંબર શેર કરતા પણ સાંભળવામાં આવ્યા છે. આ વીડિયો ક્લિપ વિશે પૂછતા કદમે કહ્યુ કે તેમની ટીપ્પણીઓને તોડી મરોડીને રજૂ કરવામાં આવી છે.

રાવણ સમાન ચહેરાઓ સામે આવ્યા
જો કે તેમની ટિપ્પણી પર રાકાંપાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. રાકાંપાએ કહ્ય કે, ‘આ પ્રકારની ટિપ્પણીઓથી સત્તારુઢ પક્ષના રાવણ સમાન ચહેરાઓ સામે આવ્યા છે.' મહારાષ્ટ્ર રાકાંપાના પ્રવકતા નવાબ મલિકે કહ્યુ કે કદમ યુવતીઓના અપહરણ વિશે બોલી રહ્યા હતા. મલિકે પત્રકારોને કહ્યુ કે, કદમે જે કંઈ પણ કહ્યુ તે ભાજપના રાવણ સમાન ચહેરાઓના ખુલાસા કરે છે. કદમે કહ્યુ કે તે કોઈ યુવક માટે એક યુવતીનું અપહરણ કરશે. એટલા માટે તેમને ‘રાવણ કદમ' રહેવા જોઈએ.

રામ કદમે આપી સ્પષ્ટતા
આ નિવેદન પર સ્પષ્ટતા આપતા ભાજપના ધારાસભ્ય રામ કદમે કહ્યુ, ‘મે કહ્યુ કે દરેક યુવાન ભલે તે યુવક હોય કે યુવતી તેમણે પોતાના માતાપિતાને વિશ્વાસમાં લઈને લગ્ન કરવા જોઈએ. આટલુ કહ્યા બાદ હું થોડી વાર રોકાયો, આ દરમિયાન શ્રોતાઓમાંથી કોઈકે કંઈ કહ્યુ, મે સ્ટેજ પરથી રીપિટ કર્યુ અને કંઈક વધુ કહી દીધુ. જો કંઈક વાંધાજનક હોત તો ત્યાં હાજર પત્રકારોએ તેના પર ધ્યાન દોર્યુ હોત. તેમણે એમ નહોતુ કર્યુ કારણકે તેમણે મારુ પૂરુ ભાષણ સાંભળ્યુ હતુ કોઈ નાનો વીડિયો ક્લિપ નહિ. વિપક્ષના નેતા ટ્વિટર પર 40 સેકન્ડનો વીડિયો વાયરલ કરી રહ્યા છે. જેનાથી ખોટી છબી બની રહી છે.'












Click it and Unblock the Notifications
