For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં સંતોની બેઠકમાં VHPનો દાવો, જલ્દી શરૂ થશે રામ મંદિરનુ નિર્માણ

રામ મંદિર નિર્માણ વિશે તમામ સંતોએ અયોધ્યાના મણિદાસની છાવણીમાં બેઠક કરી અને આ દરમિયાન મંદિર નિર્માણના વૈકલ્પિક રસ્તાઓ પર ચર્ચા કરવામાં આવી.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી છે ત્યારબાદ રામ મંદિર નિર્માણ વિશે ચર્ચા ફરીથી તેજ થઈ ગઈ છે. તમામ સાધુ-સંતો રામ મંદિર નિર્માણની માંગ ઉઠાવવા લાગ્યા છે. રામ મંદિર નિર્માણ વિશે તમામ સંતોએ અયોધ્યાના મણિદાસની છાવણીમાં બેઠક કરી અને આ દરમિયાન મંદિર નિર્માણના વૈકલ્પિક રસ્તાઓ પર ચર્ચા કરવામાં આવી. મંદિર નિર્માણમાં હવે મોડુ ના થાય એ માટે સંતોમાં એકમત હતો અને તેમનુ કહેવુ છે કે હવે વહેલામાં વહેલી તકે મંદિરનું નિર્માણ શરૂ થવુ જોઈએ. બેઠક દરમિયાન વીએચપી નેતાઓએ તમામ સંતોને આ વાતનું આશ્વાસન આપ્યુ કે મંદિર નિર્માણમાં હવે કોઈ પણ પ્રકારનું મોડુ નહિ થાય.

આ પણ વાંચોઃ દિલ્હીમાં મુસલમાનોના સપોર્ટથી આવી રીતે 70માંથી 60 સીટ જીતવા માંગે છે ભાજપઆ પણ વાંચોઃ દિલ્હીમાં મુસલમાનોના સપોર્ટથી આવી રીતે 70માંથી 60 સીટ જીતવા માંગે છે ભાજપ

સમગ્ર દુનિયામાં રામની લહેર

સમગ્ર દુનિયામાં રામની લહેર

સંતોએ બેઠક દરમિયાન કહ્યુ કે સમગ્ર દુનિયામાં રામની લહેર છે. આ જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી આટલા જબરદસ્ત જનાધારથી ચૂંટણી જીતી છે. માટે હવે એ જરૂરી થઈ ગયુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપર રામ મંદિર નિર્માણ વિશે દબાણ બની ગયુ છે. સંતોનું કહેવુ છે કે જરૂર પડે તો સંતોના એક દળે પ્રધાનમંત્રી સાથે મુલાકાત માટે જવુ જોઈએ. બેઠકમાં શામેલ વિહિપ નેતાઓએ આશ્વાસન આપ્યુ કે આ મુદ્દા માટે બધુ ઠીક ચાલી રહ્યુ છે અને હવે લોકોને મંદિર માટે વધુ સમય રાહ નહિ જોવી પડે.

અનુકૂળ માહોલ

અનુકૂળ માહોલ

સંતોની બેઠકની અધ્યક્ષતા કરતા રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યુ કે હવે રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપની પૂર્ણ બહુમત સરકાર છે. માટે હવે ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે મંદિર નિર્માણ માટે અનુકૂળ માહોલ છે. એવામાં ભવ્ય મંદિરના નિર્માણમાં મોડુ ન થવુ જોઈએ. આ સાથે જ મહંતે કહ્યુ કે માત્ર હિંદુ નહિ પરંતુ તમામ મુસ્લિમ પણ રામ મંદિરના નિર્માણના પક્ષમાં છે જો મંદિર હવે નહિ તો છેવટે ક્યારે બનશે.

હવે નહિ તો ક્યારે

હવે નહિ તો ક્યારે

ન્યાસના વરિષ્ઠ સભ્ય રામવિલાસ વેદાંતીએ કહ્યુ ક આ વર્ષે રામ મંદિર માટે સંતોની આ પહેલી બેઠક છે. ભગવાન રામના આશીર્વાદથી જ ભાજપને પ્રચંડ બહુમત મળ્યો છે. સરકારને હવે પહેલા તબક્કામાં કાશ્મીરની કલમ 370 અને 35એ ખતમ કરવી જોઈએ ત્યારબાદ બીજા તબક્કામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવુ જોઈએ. તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટ રામ મંદિરના પક્ષમાં ચુકાદો સંભળાવશે કારણકે ખસરા અને ખતોની બંને રામના નામ પર છે.

English summary
Ram Mandir construction will soon start says VHP in the meet of saints
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X