રાષ્ટ્રપતિ ચૂંટણી: આજે વિશેષ પેન મતદાન કરી ચૂંટાશે નવા રાષ્ટ્રપતિ

Posted By:
Subscribe to Oneindia News

દેશના નવા રાષ્ટ્રપતિ માટે આજે થશે દિલ્હી ખાતે મતદાન. સોમવારે દેશના તમામ વિધાયક, સાંસદ રાષ્ટ્રપતિ પદ માટે યોજવામાં આવેલી આ ચૂંટણીમાં ભાગ લઇને મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે મતદાનની પ્રક્રિયા સવારે 10 વાગે શરૂ થશે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જો કે તેના પરિણામ 20 જુલાઇના રોજ આવશે. રાષ્ટ્રપતિ પદને લઇને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના ઉમેદવાર રામનાથ કોવિંદ અને સંયુક્ત પ્રગતિશીલ ગંઠબંધન (UPA)ની તરફથી પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર ચૂંટણી લડી રહ્યા છે. વળી આ વખતે ચૂંટણી અલગ પ્રકારની પદ્ધતિ કરવામાં આવશે. આ વતે વખતે તમામ વિધાયકો અને સાંસદોને મતદાન કરવા માટે એક ખાસ પેન આપવામાં આવશે.

Presidential poll

આ પેનનો ઉપયોગ કરીને આ રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે. જો આંકડા પરથી અંદાજો લગાવીએ તો રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નાંખનારા કુલ મતોની સંખ્યા 10,98,903 છે. અને આશા સેવવામાં આવે છે કે એનડીએના ઉમેદવારને 63 ટકા મત મળશે. વધુમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 24 જુલાઇએ પૂર્ણ થઇ રહ્યો છે. રવિવારે ચૂંટણી આયોગે જાણકારી આપી હતી કે 41 લોકસભા અને 14 રાજ્યસભા સાંસદોને રાજ્યની વિધાનસભામાં વોટ કરવાની છૂટ છે. આ સાંસદો સિવાય 5 વિધાયકોને સંસદ અને 4 વિધાયકોને બીજા રાજ્યની વિધાનસભામાં વોટ આપવાની છૂટ આપવામાં આવી છે. વધુમાં રવિવારે જ એનડીએ ના અન્ય દળોના સાંસદોએ એક બેઠકને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઉમેદવાર રામનાથ કોવિંદને આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી.

English summary
Ram Nath Kovind vs Meira Kumar, Presidential polls 2017 updates read here all.
Please Wait while comments are loading...