ગુરમીત રામ રહીમને કોર્ટે 20 વર્ષની જેલની સજા સંભળાવી છે!

Posted By:
Subscribe to Oneindia News

હરિયાણાના પંચકૂલામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઇની વિશેષ અદાલતમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને બે સાધ્વીઓ પર બળાત્કાર કેસમાં દોષી જાહેર કર્યા હતા. તે પછી આજે તેમને હેલિકોપ્ટર દ્વારા રોહતક સ્થિત સુનારિયા જેલમાં લઇ જવામાં આવશે. જ્યાં તે રામ રહીમની સજાની સુનવણી કરી હતી. તેમણે રામ રહીમ પર બે બળાત્કાર કેસમાં 20 વર્ષની સજા સંભળાવી હતી. જે સાંભળીને રામ રહીમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને સજા ઓછી કરવા આજીજી કરવા લાગ્યા હતા.ઉલ્લેખનીય છે કે સજા પહેલા જ જેલની આસપાસનો 3 કિલોમીટર સુધીનો વિસ્તાર સીલ કરી લીધો છે. સાથે જ હરિયાણા અને પંજાબમાં સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે ગુરમીત રામ રહીમને આ કેસમાં જજ દ્વારા શું શું કહેવામાં આવ્યું તેની તમામ વિગતો જાણો અહીં. 

Ram Rahim

6:00 PM ગુરમીત રામ રહીમના વકીલે મીડિયાને જણાવ્યું કે બે સાધ્વી સાથેના બળાત્કારના કેસમાં ગુરમીત રામ રહીમને 10-10 એમ કુલ 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 

4:00 PM રામ રહીમને સજા સંભળાવ્યા પછી પંજાબના મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવાની વાત કહી તો હરિયાણાના મુખ્યમંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે મીટીંગ કરી.

3:40 PM સજા સંભળાવ્યા પછી ગુરમીત રામ રહીમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. હવે તેમને જેલના કપડાં આપી જેલમાં તેમની કોટડી ફાળવવામાં આવશે.

3:30 PM સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે ગુરમીત રામ રહીમને બળાત્કારના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી. 

3:25 PM રામ રહીમની સજાની સુનવણી થાય તે પહેલા જ હરિયાણાના સિરસામાં ફૂલકા વિસ્તારમાં દેરા સચ્ચા સૌદાના સમર્થકો દ્વારા બે કારને આગ ચાંપી. જે બાદ ડેરાના ચેરપર્સને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.

3:21 PM જજ દ્વારા બન્ને પક્ષોના વકીલની દલીલને સાંભળી લેવામાં આવી છે. થોડી જ વારમાં જજ પોતાનો ચુકાદો કહેશે.

3:15 PM જજ સમક્ષ ગુરમીત રામ રહીમે રડતી આંખે હાથ જોડીને સજાને ઓછી કરવાની માંગણી કરી

3:10 PM સીબીઆઇ કોર્ટમાં રામ રહીમ પર જે બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે તેમાં તેમની ઉપર ધારા 376 (બળાત્કાર) અને ધારા 506 (અપરાધિક ષડયંત્ર) આ આરોપ હેઠળ તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે.

2:54 PM રામ રહીમના વકીલે જજની સમક્ષ પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે રામ રહીમ એક સમાજ સેવક છે.માટે તેમને સજા આપતી વખતે જજને આ વાતોનું ધ્યાન આપી ઓછી સજા કરવાની માંગણી વકીલે કરી હતી.

2:42 PM ફરિયાદ પક્ષના વકીલે આ કેસમાં રામ રહીમને આકરી સજા સંભળાવવા કોર્ટને જણાવ્યું છે.

2:35 PM જજ દ્વારા બન્ને વકીલોને પોતાની દલીલ કહેવા માટે 10 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે. 

2:30 PM રોહતકની સોનારિયા જેલમાં જજ જગદીપ સિંહ હેલિકોપ્ટર દ્વારા પહોંચી ગયા છે અને અહીં આ કેસમાં વકીલ દ્વારા દલીલ બાજી શરૂ થઇ ગઇ છે.

2:00 PM સ્પેશ્યલ સીબીઆઇ જજ જયદીપ સિંહ રોહતકની જેલમાં પોતાનું ચુકાદો આપવા માટે ખાલ હેલિકોપ્ટર દ્વારા સોનારિયા પહોંચી ચૂક્યા છે. હવે થોડીક જ ક્ષણોમાં આ કેસની સુનવણી થશે.

English summary
A high alert has been declared in Haryana and the adjoining states ahead of the crucial sentencing of Gurmeet Ram Rahim, the Dera Sacha Sauda chief.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.