For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ કહ્યુ હતુ - અયોધ્યા ત્યારે જ જઈશ જ્યારે મંદિર બનાવીશ, જાણો કેટલા વર્ષ પછી અયોધ્યા જશે

ભૂમિ પૂજનના કાર્યક્રમમાં શામેલ થવા માટે પીએમ મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે પીએમ મોદી 29 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા છે. જાણો કારણ

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણની આજથી શરૂઆત થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિર નિર્માણ પહેલા ભૂમિ પૂજનના કાર્યક્રમમાં શામેલ થશે. ભૂમિ પૂજનના કાર્યક્રમમાં શામેલ થવા માટે પીએમ મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે. મહત્વની વાત એ છે કે પીએમ મોદી 29 વર્ષ બાદ અયોધ્યા પહોંચ્યા છે. એટલુ જ નહિ રામજન્મભૂમિ જનાર નરેન્દ્ર મોદી દેશના પહેલા પ્રધાનમંત્રી બની ગયા છે. ગયા વર્ષે સુ્પ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે સોંપવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ આજે મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં શામેલ થવા માટે પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદી સુવર્ણ રંગના કૂર્તા અને સફેદ રંગની ધોતીમાં અહીં પહોંચ્યા. ભૂમિ પૂજન દરમિયાન પીએમ મોદી 40 કિલોગ્રામની ચાંદીની ઈંટથી મંદિરની આધારશિલા મૂકશે.

ત્યારે અયોધ્યા જઈશ, જ્યારે મંદિર બનાવીશ

ત્યારે અયોધ્યા જઈશ, જ્યારે મંદિર બનાવીશ

છેલ્લી વાર પ્રધાનમંત્રી મોદી 29 વર્ષ પહેલા અયોધ્યા ગયા હતા. એવામાં પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી પહેલી વાર અયોધ્યા પહોંચ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન જ્યારે નરેન્દ્ર મોદીને એક પત્રકારે પૂછ્યુ હતુ કે તમે ફરીથી અયોધ્યા ક્યારે આવશો તો તેમણે કહ્યુ હતુ કે હવે મંદિર બન્યા બાદ જ અહીં આવશે. એ વખતે નરેન્દ્ર મોદી ભાજપ નેતા તરીકે અયોધ્યા ગયા હતા અને આજે તે દેશના પ્રધાનમંત્રી તરીકે મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે.

ખુદ મંદિર આંદોલનના સંચાલક રહી ચૂક્યા છે પીએમ

ખુદ મંદિર આંદોલનના સંચાલક રહી ચૂક્યા છે પીએમ

મહત્વની વાત એ છે કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પક્ષમાં રાષ્ટ્રીય અભિયાનના સંચાલક રહી ચૂક્યા છે. મંદિર માટે ખુદ પીએમ મોદી અભિયાનમાં ભાગ લઈ ચૂક્યા છે. એવામાં આજે ખુદ પીએમ મોદી 16મી સદીમાં બનેલી બાબીમ મસ્જિદ સ્થળે રામ મંદિર નિર્માણની આધારશિલા મૂકશે અને અહીં મંદિરનુ ભૂમિપૂજન કરશે. તમને જણાવી દઈએ કે રામ મંદિરનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે ઘણો મહત્વનો રહ્યો છે. આ મુદ્દાને પાર્ટીએ આખા દેશમાં ઉભો કર્યો અને ચૂંટણીમાં એક મોટી જીત મેળવવા માટે મહત્વની ભૂમિકા નિભાવી.

મંદિર આંદોલનની શરૂઆત

મંદિર આંદોલનની શરૂઆત

ઉલ્લેખનીય છે કે રામ મંદિર આંદોલનની શરૂઆત 1990માં થઈ હતી જ્યારે લાલકૃષ્ણ અડવાણી રામ મંદિરના પક્ષમાં રથયાત્રા લઈને નીકળ્યા હતા. આ રથયાત્રનો મુખ્ય હેતુ રામ મંદિર નિર્માણ કરવાનો હતો. ત્યારબાદ 6 ડિસેમ્બરે મોટી સંખ્યામાં અયોધ્યામાં જમા થયેલા કાર સેવકોએ પાડી દીધી હતી. તેમનુ માનવુ હતુ કે આ મસ્જિદ મંદિરને તોડીને બનાવવામાં આવી છે. 1992માં થયેલા હુલ્લડમાં લગભગ 2000 લોકોના મોત થયા હતા. આ મુદ્દો કોર્ટમમાં ઘણો વર્ષો સુધી ચાલ્યો ત્યારબાદ છેવટે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે મંદિર નિર્માણના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો.

રામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહરામ મંદિર ભૂમિ પૂજન પહેલા ઓવૈસીઃ બાબરી મસ્જિદ હતી, છે અને રહેશે ઈંશાઅલ્લાહ

English summary
Ram Temple Bhoomi Pujan: Know after home many years PM Narendra Modi reached Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X