સાધુઓની ચેતવણી બાદ રેલવેએ બદલ્યો રામાયણ એક્સપ્રેસના વેઈટરોનો ભગવો પોષાક
ઉજ્જૈનના સાધુઓની ચેતવણી બાદ રેલવેએ રામાયણ સ્પેશિયલ ટ્રેનોના વેઈટરોનો પોષાક બદલવાનો નિર્ણય કર્યો છે.
ભોપાલઃ ઉજ્જૈનના સાધુઓની ચેતવણી બાદ રેલવેએ રામાયણ સ્પેશિયલ ટ્રેનોના વેઈટરોનો પોષાક બદલવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યુ કે વેઈટરોનો પોષાક સંપૂર્ણપણે બદલી દેવામાં આવ્યો છે અને અસુવિધા માટે ખેદ છે. તમને જણાવી દઈએ કે રામાયણ સર્કિટ સ્પેશિયલ ટ્રેનમાં સેવા આપતા ભગવા પહેરેલા વેઈટરોને લઈને શરૂ થયેલા વિવાદનો અંત આવી ગયો છે. IRCTCએ સોમવારે સાંજે ટ્વિટ કરીને આની માહિતી આપી અને નવા કપડા સાથે વેઈટરોના ફોટા પણ શેર કર્યા છે.

તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના સંતોએ રામાયણ એક્સપ્રેસમાં વેઈટરોના ભગવા પોષાક પર વાંધો દર્શાવ્યાો હતો અને ચેતવણી આપીને કહ્યુ હતુ કે આ હિંદુ ધર્મનુ અપમાન છે. તેમણે ધમકી આપીને કહ્યુ હતુ કે જો રેલવેએ વેઈટરોના પોષાક ન બદલ્યા તો તે 12 ડિસેમ્બરે દિલ્લીમાં રામાયણ એક્સપ્રેસને રોકી દેશે.
રેલવે મંત્રીને પત્ર લખીને વ્યક્ત કર્યો વિરોધ
ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહાસચિવ અવધેશપુરીએ કહ્યુ કે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં માંગ કરવામાં આવી હતી કે રામાયણ એક્સપ્રેસમાં ભોજન પીરસનારા લોકોનો ડ્રેસ કોડ હિંદુ સંસ્કૃતિનુ અપમાન છે અને તેને બદલી દેવો જોઈએ. અવધેશપુરીએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે અમે બે દિવસ પહેલા રેલવે મંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં ભગવા રંગમાં રામાયણ એક્સપ્રેસમાં જલપાન અને ભોજન પીરસનારા વેઈટરો સામે પોતાનો વિરોધ નોંધવામાં આવ્યો છે.
હિંદુ ધર્મ અને તેમના સંતોનુ અપમાન
પત્રમાં વધુમાં લખવામાં આવ્યુ છે કે સાધુ જેવી ટોપી સાથે ભગવો પોષાક પહેરવો અને રુદ્રાક્ષની માળા પહેરવી હિંદુ ધર્મ અને તેમના સંતોનુ અપમાન છે. ઉજ્જૈન અખાડા પરિષદના પૂર્વ મહાસચિવે કહ્યુ કે જો વેઈટરોનો ભગવો ડ્રેસ બદલવામાં ન આવ્યો તો સાધુ દિલ્લીના સફદરગંજ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેશે. તેમણે કહ્યુ કે અમે રેલવે ટ્રેક પર બેસીશુ. હિંદુ ધર્મની રક્ષા માટે આ જરુરી છે. અમે ઉજ્જૈનમાં આ મુદ્દે કડક વલણ અપનાવ્યુ છે.
15 તીર્થ સ્થાનોની યાત્રા કરાવે છે રામાયણ સર્કિટ એક્સપ્રેસ
તમને જણાવી દઈએ કે 7 નવેમ્બર, 2021ના રોજ રામાયણ સર્કિટ ટ્રેને સફદરગંજ રેલવે સ્ટેશનથી 17 દિવસની યાત્રા શરૂ કરી. રામાયણ એક્સપ્રેસ ભગવાન રામના જીવન સાથે જોડાયેલા 15 તીર્થ સ્થળોની યાત્રા કરાવે છે. રામાયણ સર્કિટ ટ્રેન મુસાફરોને અયોધ્યા, પ્રયાગ, નંદીગ્રામ, જનકપુર, ચિત્રકૂટ, સીતામઢી, નાસિક, હમ્પી અને રામેશ્વર જેવા સ્થળોની યાત્રા કરાવે છે. આ ટ્રેનમાં યાત્રીઓને પ્રથમ શ્રેણીના રેસ્ટોરાં, પુસ્તકાલય અને શૉવર ક્યૂબિકલ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
Indian Railways withdraws saffron attire of its serving staff on board the Ramayana Special Trains following objections
— ANI (@ANI) November 22, 2021
"Dress of service staff is completely changed in the look of professional attire of service staff. Inconvenience caused is regretted," says the Railways pic.twitter.com/ANsqHUQQzU
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
