દેશના ઘણા ભાગોમાં સોમવારે ન દેખાયો રમજાનનો ચાંદ, હવે 14 એપ્રિલે થશે પહેલો રોજો
દેશના ઘણા ભાગોમાં સોમવારે ચાંદ દેખાયો નહિ માટે હવે રમજાનનો પહેલો રોજો બુધવારે એટલે કે 14 એપ્રિલે થશે.
નવી દિલ્લીઃ આશા રાખવામાં આવી રહી હતી કે સોમવારે એટલે કે 12 એપ્રિલે રમજાનનો પહેલો ચાંદ દેખાશે અને 13 એપ્રિલે એટલે કે આજે મંગળવારે રમજાનનો પહેલો રોજો થશે. પરંતુ દિલ્લી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, બંગાળ અને કર્ણાટક સહિત દેશના કોઈ પણ ભાગમાં ચાંદ દેખાયો નહિ માટે હવે રમજાનનો પહેલો રોજો બુધવારે એટલે કે 14 એપ્રિલે થશે. મરકજી મદરસા અહલે સુન્નત અજમલ ઉલ ઉલૂમમાં હિલાલ કમિટીની બેઠકમાં પણ આ વિશે માહિતી આપવામાં આવી છે. દિલ્લીના ચાંદની ચોક સ્થિત ફતેહપુરી મસ્જિદના શાહી ઈમામ મૌલાના મુફ્તી મુકર્રમ અહમદે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યુ કે સોમવારે દિલ્લીમાં રમજાનનો ચાંદ જોવા મળ્યો નથી માટે 14 એપ્રિલે એટલે કે બુધવારે થશે.

તેમણે કહ્યુ કે મંગળવારે ઈસ્લામી કેલેન્ડરના આઠમાં મહિના શાબાનનો 30મો દિવસ હશે. તમને જણાવી દઈએ કે રમજાન ઈસ્લામી કેલેન્ડરનો નવમો મહિનો હોય છે. દુનિયાભરમાં મુસ્લિમ સમાજના લોકો આ પ્રસંગે આખો મહિનો લોકો સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે પછી ઈફ્તાર બાદ ખાસ પ્રકારની નમાજ અદા કરવામાં આવે છે. લોકો સવારે સેહરી ખાઈને ઉપવાસની શરૂઆત કરે છે અને પછી રાતે ઈફ્તારથી ઉપવાસ ખોલે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કોરોના સંકટના કારણે આખી દુનિયામાં રોજેદારોને ઘરમાં જ ઈબાદત કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
ભારતમાં પણ મુસ્લિમ ધર્મગુરુઓએ પણ આવી જ અપીલ કરી છે. એટલુ જ નહિ કેન્દ્ર સરકારના લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી અને એઆઈએમઆઈએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ મુસલમાનોને રમજાનના સમયમાં પણ કોરોના ગાઈડલાઈન્સનુ કડકાઈથી પાલન કરવાની અપીલ કરી છે. વળી, મુસ્લિમ ધર્મગુરુઓએ કહ્યુ છે કે કોરોના સંક્રમણના વધતા કેસો અને નાઈટ કર્ફ્યુના કારણે પવિત્ર મહિનામાં ઈબાદત કરવામાં આવે. તેમણે અપીલ કરી છે કે મસ્જિદમાં 100થી વધુ લોકો એકઠા ન થાય. મસ્જિદમાં પણ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવામાં આવે. આ ઉપરાંત સેહરીમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનુ ટાળો, સેહરી અને ઈફ્તારમાં કોરોનાના ખાતમાની દુઆ કરો.












Click it and Unblock the Notifications
