For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશી નાણું પાછુ લાવે તો જ મોદીને સમર્થન : બાબા રામદેવે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જાન્યુઆરી : બાબા રામદેવ શરૂઆતથી જ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્‍દ્ર મોદીના સમર્થક રહ્યા છે. પાર્ટી તરફથી મોદીને પીએમપદના ઉમેદવાર તરીકે જાહેર કરતા પહેલા રામદેવે કહ્યુ હતુ કે જો મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે નહીં તો ભાજપને તેઓ ટેકો આપશે નહીં.

modi-baba
મોદીને શરત વગર સમર્થન આપવાની વાત કરનાર રામદેવે ભજપના પીએમ પદના ઉમેદવાર માટે બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમારને મનાવી લેવાની વાત કરી હતી પરંતુ હવે રામદેવ સમર્થન માટે શરત મુકી રહ્યા છે. રામદેવે કહ્યુ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેમની સંસ્‍થા મોદીને સમર્થન આપશે પરંતુ વિદેશમાં પડેલા કાળા નાણાંને પરત લાવવાની વાત કરવામાં આવશે તો જ સમર્થન આપવામાં આવશે.

બાબા રામદેવે આજે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે અમારા કેટલાક મુદ્દા છે જેમાં કાળા નાણાંનો મુદ્દો સામેલ છે. વિદેશી બેંકોમાં એટલી રકમ પડેલી છે કે જો તેનો યોગ્‍ય ઉપયોગ ભારતમાં લાવીને કરવામાં આવે તો દેશના દરેક ગામના હિસ્‍સામાં કરોડો રૂપિયા આવશે. આ રૂપિયાથી ભારતના દરેક ગામને વિકસિત કરી શકાશે. યોગના ક્ષેત્રમાં ક્રાંતિ લાવનાર રામદેવે કહ્યુ હતુ કે મોદી બ્‍લેકમની પરત લાવવાનું વચન આપશે તો તેઓ મોદીને ટેકો આપશે. મોદીએ પહેલાથી જ કાળા નાણાંને પરત લાવવાની વાત કરી છે. બાબા રામદેવે દિલ્‍હીમાં યોજાનારી રેલીને લઈને ધણા મુદ્દા પર વાત કરી હતી.

English summary
Yog Guru Baba Ramdev extends issue-based support to Narendra Modi, calls Congress 'disastrous'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X