For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૈદિક શિક્ષણ માટે બોર્ડ બનાવવાની રેસમાં રામદેવ, ભર્યુ ફોર્મ

યોગ ગુરુ રામદેવની સંસ્થા પતંજલિ યોગપીઠે વૈદિક શિક્ષણ માટે દેશના પહેલા રાષ્ટ્રીય વિદ્યાલય બોર્ડની સ્થાપનામાં પોતાનો રસ જાહેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

યોગ ગુરુ રામદેવની સંસ્થા પતંજલિ યોગપીઠે વૈદિક શિક્ષણ માટે દેશના પહેલા રાષ્ટ્રીય વિદ્યાલય બોર્ડની સ્થાપનામાં પોતાનો રસ જાહેર કર્યો છે. આના માટે ભારતીય શિક્ષણ પરિષદ મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદવિદ્યા પ્રતિષ્ઠાને ફોર્મ મંગાવ્યા છે. રામદેવની સંસ્થાએ બોર્ડની રચનામાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદવિદ્યાલય પ્રતિષ્ઠાન (એમએસઆરવીપી)એ 11 ફેબ્રુઆરીએ ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના માટે ફોર્મ મંગાવ્યા હતા જેની અંતિમ તારીખ 19 ફેબ્રુઆરી હતી.

શું ભણાવવામાં આવશે

શું ભણાવવામાં આવશે

સંસ્થાની વેબસાઈટ અનુસાર પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ એ તમામ સંસ્થાઓમાં શામેલ છે કે જે બોર્ડની સ્થાપનાના ઈચ્છુક છે. આ બોર્ડ મુખ્ય રીતે યજ્ઞ, ઓર્ગેનિક ખેતી, ગૌમૂત્ર, યોગ અને આયુર્વેદ વગેરે વિષયો પર રિસર્ચ અને આ તમામ વિષયોનું શિક્ષણ આપશે. રામદેવ ઉપરાંત આ સંસ્થાના ટ્રસ્ટી આચાર્ય બાલકૃષ્ણ, સ્વામી મુક્તાનંદ અને શંકરદેવ છે. એમએસઆરવીપીને એ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે કે જે ભારતીય શિક્ષણ બોર્ડની સ્થાપના માટે ખાનગી સંસ્થાઓના ફોર્મ સ્વીકાર કરશે. એમએસઆરવીપી સંપૂર્ણપણે સ્વતંત્ર સંસ્થા છે જેને એચઆરડી મંત્રાલય વેદવિદ્યાને આગળ વધારવા પ્રોત્સાહિત કરી રહ્યુ છે.

શું છે વૈદિક બોર્ડ

શું છે વૈદિક બોર્ડ

આ બોર્ડ ભારતની પારંપરિક જાણકારીનું શિક્ષણ આપશે જેમાં મુખ્ય રીતે વૈદિક શિક્ષણ, શાસ્ત્ર અને દર્શનનું શિક્ષણ વગેરે શામેલ છે. આમાં પાઠ્યક્રમમાં પરીક્ષા, સર્ટિફિકેટ આપવા, ગુરુકુળને માન્યતા આપવી અને શાળાઓ તેમજ પાઠશાળાઓમાં વૈદિક શિક્ષણ અને આધુનિક શિક્ષણ પૂરુ પાડવાનું શામેલ છે. સીબીએસઈ બોર્ડ આની સંબદ્ધતા માટે શાળોઓ પાસેથી ફી તેમજ પરીક્ષા ફી લેશે.

પહેલા ફગાવી દીધો હતો પ્રસ્તાવ

પહેલા ફગાવી દીધો હતો પ્રસ્તાવ

તમને જણાવી દઈએ કે ત્રણ વર્ષ પહેલા સ્મૃતિ ઈરાનની આગેવાનીમાં એચઆરડી મંત્રાલયે વૈદિક શિક્ષણ બોર્ડ બનાવવાના રામદેવના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તે સમયે મંત્રાલયે કહ્યુ હતુ કે સરકાર એક ખાનગી સ્કૂલ બોર્ડને કેવી રીતે માન્યતા આપશે. હાલમાં સમયમાં કેન્દ્ર સરકાર કોઈ પણ ખાનગી સ્કૂલ બોર્ડને માન્યતા આપતી નથી. અત્યાર સુધી એમએસઆરવીપીને કુલ 3 ફોર્મ મળ્યા છે.

આ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનકઆ પણ વાંચોઃ પુલવામા આતંકી હુમલાને ડોનાલ્ડ ટ્રમ્પે ગણાવ્યો ભયાનક

English summary
Ramdev keen to run country's first vedic school board.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X