For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સીડી કેસમાં રમેશ જારકીહોલીનો પ્રહાર, બોલ્યા- 'નપુંસક છે ડીકે કુમાર'

સેક્સ સીડી કેસમાં રમેશ જારકીહોલીનો પ્રહાર, બોલ્યા- 'નપુંસક છે ડીકે કુમાર'

|
Google Oneindia Gujarati News

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર પર તીખો હુમલો બોલતાં ભાજપી નેતા રમેશ જારકીહોલીએ કહ્યું કે તે નપુંસક છે અને આરોપ લગાવ્યો કે સેક્સ સીડી ષડયંત્ર દ્વારા તેને બદનામ કરવાની કોશિશ કરાઈ રહી છે. જણાવી દઈએ કે સેક્સ સીડી મામલામાં પીડિત મહિલાના માતા પિતા દ્વારા શિવકુમારને દોષી ઠેરવવા અને તેના પર પોતાની દીકરીનો ઉપયોગ કરી ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યા બાદ રમેશ જારકીહોલીનું આ નિવેદન સામે આવ્યું છે.

Ramesh Jarkiholi

રમેશ જારકીહોલીએ મીડિયાને કહ્યું, 'ડીકે શિવકુમાર આદમી નથી નપુંસક છે. જો તે પુરુષ હોત તો સીધી મારી સાથે લડાઈ કરત. સેક્સ સીડી દ્વારા મને બદનામ કરવો નપુંસકતા જ છે.'

રમેશ જારકીહોલીના નિવેદન પર પલટવાર કરતાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે તે હતાશ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, હરરોજ તેમને જે મનમાં આવે છે તે પોતે બોલે છે. તે સરકારમાં છે, તેમની પાસે એસઆઈટી અને તપાસના અધિકાર છે. તેમને તપાસ કરવા દો અને કાર્યવાહી કરવા દો. તેમણે દાવો કર્યો કે કથિત સેક્સ સીડીમાં જોવા મળી રહી છે તે મહિલાને તેઓ ક્યારેય નથી મળ્યા.

જણાવી દઈએ કે મહિલાએ ભાજપી નેતા રમેશ જારકીહોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે ડીકે શિવકુમારે સ્વીકાર્યું કે આ સેક્સ સ્કેંડલમાં નરેશ ગૌડા નામના જે આરોપીનું નામ સામે આવી રહ્યું છે તે તેને જાણે છે.

તેમણે કહ્યું કે જ્યાં સુધી નરેશનો સવાલ ચે મને ખબર છે કે તે મીડિયા પર્સન છે, હું તેને મળ્યું છું, તેના ઘરે પણ ગયો છું, પરંતુ રમેશ જારકીહોલીના આરોપો સાથે મારે કંઈ લેવાદેવા નથી.

દિલ્હી પોલીસે કુલદીપ ફજ્જાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો, ફિલ્મી સ્ટાઈલમાં હોસ્પિટલેથી ભાગ્યો હતોદિલ્હી પોલીસે કુલદીપ ફજ્જાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો, ફિલ્મી સ્ટાઈલમાં હોસ્પિટલેથી ભાગ્યો હતો

અગાઉ જારકીહોલીએ કહ્યું હતું કે આ સેક્સી સીડીના જન્મદાતા ડીકે શિવકુમાર જ છે. સેક્સ સીડીમાં ડીકે શિવકુમારનું નામ સામે આવવા પર કર્ણાટક ભાજપે તેમને ઘેરવાની કોશિશ કરી અને કહ્યું કે તેઓ આ મામલે શું જવાબ આપવા માંગે છે.

English summary
Ramesh Jarkiholi attacked in sex CD case, said- DK Kumar is impotent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X