મહિલા રેપ કેસ: આરોપી બિટ્ટી મોહંતીની ધરપકડ

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બિટ્ટી જિલ્લાના એક સાર્વજનિક બેંકમાં કામ કરતો હતો અને તેને જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં તેની ભરતી કરવામાં આવી છે. બેંક શાખા અધિકારીઓને એક નનામીપ પત્ર મળ્યા બાદ અહીં બિટ્ટીની હાજરી અંગે પોલીસને ગુપ્ત માહિતી પ્રાપ્ત થઇ હતી. શંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે જે વ્યક્તિ આંધ્ર પ્રદેશથી ભરતી થવાનો દાવો કરી રહ્યો છે તે બિટ્ટી હોય શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી બળાત્કાર ધટના બાદ બિટ્ટી સહિત વિભિન્ન સેક્સ અપરાધોના આરોપીઓના ફોટા ટેલિવિઝન ચેનલો અને ઇન્ટરનેટ પર રજૂ કરવામાં આવી હતી. બિટ્ટી વર્ષ 2006માં રાજસ્થાનના અલવરમાં જર્મની એક મહિલા સાથે બળાત્કારનો આરોપી છે અને તે પેરોલ પર છૂટ્યા બાદ તે નાસતો ભાગતો હતો. કેરલ પોલીસે રાજસ્થાન પોલીસને આ મુદ્દે જાણકારી આપી દિધી છે.












Click it and Unblock the Notifications
