For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકતાઃ ગેંગરેપ પીડિતાના મોત બાદ, રોષે ભરાયા લોકો

|
Google Oneindia Gujarati News

કોલકતા, 1 જાન્યુઆરીઃ સામુહિક બળાત્કારનો ભોગ બનેલી 16 વર્ષીય પીડિતાનું મંગળવારે મોત નીપજ્યાં બાદ કોલકતામાં જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. લેફ્ટ રાજકીય પાર્ટીઓ દ્વારા પીડિતાના મૃતદેહ સાથે વિરોધ રેલી યોજવામાં આવી રહી છે.

હોસ્પિટલમાંથી પોલીસ કર્મીઓ દ્વારા પીડિતાના મૃતદેહને લઇ જવાની પરવાનગી આપ્યા બાદ તેને સીઆઇટીયુ ઓફિસે લઇ જવામાં આવ્યો હતો. સીપીએમ નેતા મોહમ્મદ સલિમે કોલકતા પોલીસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કોલકતા પોલીસ પર કાવતરાંનો આરોપ લગાવ્યો હતો.

rape-latest-6
નોંધનીય છે કે, પોલીસ દ્વારા પીડિતાનો મૃતદેહ તેના પરિવારજનોને આપવાની ના પાડી દેવામાં આવી હતી. સગીરા પર 25 ઓક્ટોબરે સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કારનો ભોગ બનેલી પીડિતા અને તેના પરિવારને સમાજ અને આરોપીઓ દ્વારા મ્હેણા મારવામાં આવ્યા હતા.

પીડિતાનું મોત થયાના સમાચાર બાદ લેફ્ટ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલ પરિસરની અંદર અને બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા કાર્યકર્તાઓ દ્વારા હોસ્પિટલ પરિસરમાં મૂક રેલી કાઢીને પ્રદર્શન કર્યુ. પીડિતાના પરિવારે છ લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. ત્રણ આરોપીઓની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી સહિત બે લોકોની ગયા અઠવાડિયામાં ધરપકડ કરવામાં આવી છે.

English summary
After the 16-year-old gangrape victim died on Tuesday, major protests have broken out in Kolkata. The Left political parties are now carrying out a protest march with the victim's body.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X