નારીને અબળા સમજનારને તમાચો: બળાત્કારીને પીડિતાએ જીવતો સળગાવ્યો
પટના, 3 એપ્રિલ: આખા દેશમાં એકબાજુ રોજેરોજ બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે એક મહિલાએ પોતાની પર બળાત્કાર ગુજારનારને જીવતો સળગાવી મારી નાખ્યો છે. નારીને અબળા સમજી તેમની સાથે દુર્વ્યવહાર કરનાર પુરુષોના ગાલે આ એક જોરદાર તમાચો છે.
આ ઘટના પટનાના પરસા બજાર પાસે આવેલા સોઇયા ગામની છે જ્યાં એક મહિલાએ ઘરમાં ઘુસીને પોતાની સાથે કથિતરીતે દુષ્કર્મ કરનાર નશામાં ધૂત એક વ્યક્તિને ગઇકાલે મોડીરાત્રે કેરોસીન છાંટીને સળગાવી માર્યો. મૃત વ્યક્તિનું નામ ભોલા ઠાકુર હતું અને તેની હત્યા કરનાર મહિલાની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ધરપકડ કરવામાં આવેલી મહિલાના પતિનું 15 વર્ષ પહેલા નિધન થઇ ચૂક્યું છે, આ મહિલા ગઇકાલે રાત્રે જ્યારે પોતાના ઘરમાં સૂઇ રહી હતી ત્યારે આરોપી ઠાકુર તેના ઘરમાં ધસી આવ્યો અને તેની સાથે જબરદસ્તી કરવા લાગ્યો.
દુષ્કર્મ બાદ મહિલાએ ઠાકુરના શરીર પર કેરોસીન છાંટીને આગ લગાવી દીધી અને અને ઘરમાંથી ફરાર થઇ ગઇ. જેને મંગળવારે પકડીને ગ્રામીણોએ પોલીસના હવાલે કરી દીધી. ઠાકુરની પત્ની શીલાએ ઉપરોક્ત મહિલા પર પોતાના પતિની હત્યાનો આરોપ લગાવી સ્થાનીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
