Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભાજપના મુખ્યમંત્રીના ચહેરા અંગે રવિન્દ્ર રૈનાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

jammu and kashmir assembly election 2024: આજે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 6 જિલ્લાની 26 બેઠકો માટે મતદાન યોજાઈ છે. આજે કુલ 239 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે.

બીજા તબક્કાના મતદાન પહેલા, ભાજપના જમ્મુ અને કાશ્મીરના વડા અને નૌશેરા મતવિસ્તારના ઉમેદવાર રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે, આજે મતદાનનો બીજો રાઉન્ડ છે અને હું આશા રાખું છું કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરે.

રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે, હું જમ્મુ અને કાશ્મીરના લોકોને દિલથી મતદાન કરવા અપીલ કરું છું, જેથી કરીને લોકશાહી મજબૂત થઈ શકે અને રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવી શકાય.

ઉલ્લેખનીય છે કે, મતદાનના બીજા તબક્કાના મુખ્ય ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તારિક હામિદ કારા અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દર રૈનાનો સમાવેશ થાય છે.

jammu and kashmir assembly election 2024

વોટિંગ પહેલા રવિન્દર રૈનાએ ઠાકુરદ્વારા મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા રવિન્દર રૈનાએ ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદ પર ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ભાજપને જનતા તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. લોકો સવારથી કતારોમાં ઉભા છે, આ લોકશાહીનો તહેવાર છે.

રવિન્દર રૈનાએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલા કામના આધારે ભાજપને મોટી સંખ્યામાં વોટ મળશે. ભાજપનો જંગી વિજય થશે અને અમારી સરકાર બનશે. જો ભાજપ જીતશે તો મુખ્યમંત્રી પણ હશે અને જે ચહેરો હશે તે સ્વીકારશે.

કોણ છે રવિન્દર રૈના?

રવિન્દર રૈનાનો જન્મ 31 જાન્યુઆરી 1977ના રોજ નૌશેરાના એક પહારી-બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમની પત્નીનું નામ પુષ્પા દત્ત છે.

રૈના 2017 થી ભાજપના જમ્મુ અને કાશ્મીર એકમના અધ્યક્ષ છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ સંબંધ ધરાવે છે.

2014ની વિધાનસભા ચૂંટણીમાં, તેઓ નૌશેરા બેઠક પરથી 37,374 મતોથી જીત્યા હતા, જ્યાં તેમણે PDPના સુરિન્દર ચૌધરીને 9,503 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

47 વર્ષીય રવિન્દર રૈના કાશ્મીરના સૌથી ગરીબ ઉમેદવાર તરીકે ઓળખવામાં આવે છે. ADR મુજબ, રૈનાની કુલ સંપત્તિ માત્ર 1,000 રૂપિયા છે. 2024ના એફિડેવિટ મુજબ, તેમની પાસે ન તો કોઈ વાહન, ઘરેણાં, ખેતીની જમીન કે અન્ય કોઈ મિલકત છે.

તેમનું એકમાત્ર સરકારી આવાસ જમ્મુના ગાંધી નગરમાં આવેલું છે, જે તેમને 2014માં ધારાસભ્ય બન્યા બાદ ફાળવવામાં આવ્યું હતું. વધુમાં, તેની પાસે વીજળી, ટેલિફોન કે પાણીના બિલો બાકી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X