શિવરાજના મંચ પરથી રઝા મુરાદે કર્યા મોદી પર શાબ્દિક પ્રહાર

રજા મુરાદે મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, શિવરાજ પણ ટોપી પહેરે છે. ટોપી પહેરવાથી ધર્મ બદલાઇ જતો નથી. કોઇની ખુશીમાં સામેલ થવાથી ધર્મ ભ્રષ્ટ થતો નથી. અમુક મુખ્યમંત્રીઓએ શિવરાજ પાસેથી શીખવું જોઇએ.
એક તરફ મોદીને નિશાન બનાવી મુરાદ પ્રહાર કરતા રહ્યાં અને બીજી તરફ મોદીની પ્રચાર સમિતિના સભ્ય શિવરાજ મૌન રહીને સાંભળતા રહ્યાં. નોંધનીય છે કે, 18 સપ્ટેમ્બર 2011ના સદભાવના ઉપવાસ દરમિયાન નરેન્દ્ર મોદીએ મંચ પર એક ઇમામ તરફથી સાર્વજનિક રીતે પહેરાવવામાં આવેલી ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં ઇમામે તેમને શાલ ઓઢાડી હતી.












Click it and Unblock the Notifications
