For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કેવી રીતે લખવામાં આવી સરબજીતની મોતની સ્ક્રિપ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: અંતે સરબજીત સિંહ જિંદગીની જંગ હારી ગયો. પાકિસ્તાની મીડિયાના હવાલે આવેલા સમાચાર મુજબ સરબજીત સિંહનું મોડી રાત્રે દોઢ વાગે નિધન થયું હતું.

ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસમાં એ સ્પષ્ટ જાણવા મળ્યું છે કે હુમાલાના દોષી કસાબને ફાંસી આપવામાં આવેલી ફાંસી બાદ સરબજીત સિંહને મારવારની રણનિતી બનાવવામાં આવી હતી. સરબજીત સિંહ પર હુમલો કરનાર મુદશર અને આમિર આફતાબ તરહરીક-એ-તાલિબાન સાથે સંકળાયેલા છે અને લશ્કર માટે કામ કરે છે.

બંને 2005 અને 2009થી ગંભીર કેસમાં આ જેલમાં બંધ છે. રિપોર્ટમાં એમપણ કહેવામાં આવે અફજલ ગુરૂની ફાંસીની સજા બાદ તાલિબાને લશ્કર પર દબાણ વધાર્યું કે સરબજીત પર હુમલો કરાવવામાં આવે.

એ વાતની સંભાવના વ્યક્ત કરાવવામાં આવી રહી છે કે પાકિસ્તાનમાં ચુંટણી બાદ ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહ ત્યાં જવાના હતા અને આ દરમિયાન સરબજીત સિંહની મુક્તિ પર વિચાર કરવામાં આવી શકત.

પાકિસ્તાનની હૂકૂમત એક રીતે લાચાર અને ઢીલી-ઢાલી છે. સ્પષ્ટ છે કે આ સમયને પસંદ કરવામાં લશ્કર અને તહરીક-એ-તાલિબાનના આકાઓએ મોડું ના કર્યું અને કોટ લખપત જેલમાં બંધ પોતાના લોકોને અંજામ આપવાના નિર્દેશ આપ્યા.

કોણે કરાવ્યો હુમલો?

સરબજીત સિંહ પર હુમલાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ સ્વિકાર્યું છે કે તેમને જેલ સુપરિન્ટેન્ડેટના કહેવા પર આ ભારતીય કેદી પર હુમલો કર્યો હતો, જ્યારે લાહોરના ડીઆઇજીએ પોતાના રિપોર્ટમાં આ હુમલાની કારણ અચાનક કેદીઓ વચ્ચે બદલાની ભાવનાથી થયેલી હાથાપાઇ ગણાવી છે.

અગાઉથી ઘડેલું કાવતરું

આ દરમિયાન એવા સમાચાર મળ્યા કે સરબજીત સિંહ પર હુમલો લશ્કર-એ-તોઇબાની સમજી વિચારેલું કાવતરું હતું.

ભારતીય ગુપ્તચર એજન્સીઓની ગોપનિય રિપોર્ટમાં આ ખુલાસો કર્યો. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટમાં લાહોરના ડીઆઇજીના રિપોર્ટને નકારી કાઢ્યો.

પાકિસ્તાને જાણકારી છુપાવી

પાકિસ્તાન સતત સરબજીત સિંહ વિશે જાણકારી છુપાવી રહ્યું છે. જિન્ના હોસ્પિટલના ડોક્ટરોએ પહેલાં સરબજીતને 'બ્રેન ડેડ' જાહેર કર્યો પછી થોડા કલાકો બાદ સ્પષ્ટતા રજૂ કરી કે સરબજીત 'બ્રેન ડેડ' નથી.

પાકિસ્તાન પર પહેલાંથી એવો શક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તે સરબજીત સિંહના મોત અંગે કંઇક છુપાવે છે.

મંગળવારે એસસી-એસટી કમીશનના અધ્યક્ષ રાજકુમાર વીરકાએ જણાવ્યું કે તેમની દલબીર કૌર સાથે વાતચીત થઇ છે. ડોક્ટરોએ તેમને સરબજીત 'બ્રેન ડેડ' હોવાની જાણકારી આપી છે.

સરબજીત સિંહના વકીલના જણાવ્યા અનુસાર ડોક્ટરોએ પુછ્યું કે શું સરબજીતને વેંટિલેટરથી હટાવવામાં આવે તો પરિવારજનોએ ના કહ્યું હતું. સરબજીતને વેન્ટિલેટર પર જ રાખવામાં આવે. આવા સમયે જો પરિવાર વેંટિલેટરથી હટાવવાની પરવાનગી આપી છે તો સરબજીતની મોતનું એલાન થઇ શકે.

English summary
Indian death row prisoner Sarabjit Singh died of cardiac arrest in a Lahore hospital in the wee hours on Thursday after being comatose for nearly a week following a brutal assault by other inmates of a high-security jail, officials said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X