જેલથી મોત સુધી: સરબજીતની 22 વર્ષની દર્દનાક કહાણી

- 28 ઓગષ્ટ 1990ના રોજ સીમા પાર પાકિસ્તાનમાં સરબજીતની ધરપકડ કરવામાં આવી. નવ મહિના બાદ તેના પરિવારને એક પત્ર મળ્યો, જેથી તેના પરિવારને જાણ થઇ કે તે પાકિસ્તાનની જેલમાં કેદ છે.
- 1991માં જાસૂસ અને લાહોર તથા ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આરોપ લગાવવામાં આવ્યો. લાહોરની એક કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. કોર્ટે પાકિસ્તાન સૈન્ય કાનૂન હેઠળ મોતની સજા ફટકારી. ત્યારબાદ આ સજાને હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્રારા યથાવત રાખવામાં આવી.
- માર્ચ 2006માં પાકિસ્તાની સુપ્રિમ કોર્ટે તેમની સમીક્ષા અરજીને નકારી કાઢી. જો કે અરજી નકારી કાઢવાનું કારણ કેસની સુનાવણી દરમિયાન સરબજીતના વકીલની ગેરહાજરી ગણાવી હતી.
- 3 માર્ચ 2008ના રોજ તત્કાલીન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સરબજીતની દયા અરજીને પાછી આપી દિધી.
- એપ્રિલ 2008માં પરિવારજનોએ સરબજીત સિંહ સાથે લાહોર જેલમાં મુલાકાત કરી.
- મે 2008માં પાકિસ્તાન સરકારે સરબજીત સિંહને ફાંસી આપવામાં પર અનિશ્વિતકાળનો પ્રતિબંધ લગાવી દિધો.
- 26 જૂન 2012ના રોજ સમાચાર આવ્યા કે રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ સરબજીત સિંહની મોતની સજાને ઉંમરકેદમાં બદલી દિધી છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં ઉંમરકેદની સજા 14 વર્ષ માટે હોય છે અને સરબજીત પહેલાંથી જ 22 વર્ષ જેલમાં ગુજારી ચૂક્યો હતો, જલદી જ મુક્ત થવાના સમાચાર મળ્યા પરંતુ તાત્કાલિક પાકિસ્તાને આ ખુશીઓ પર પાણી ફેરવી વેળતાં આવી સૂચના અંગે મનાઇ કરી દિધી. ત્યારબાદ એમ કહેવામાં આવ્યું કે આ સમાચાર બીજી કેદી સુરજીત સિંહ સંબંધમાં હતા.
- 26 એપ્રિલ 2013ના રોજ જેલમાં અન્ય કેદીઓના હુમલામાં સરબજીત સિંહને ગંભીર ઇજા પહોંચી.
- 2 મે 2013ના રોજ લગભગ દોઢ વાગે સરબજીતનું નિધન થયું.












Click it and Unblock the Notifications
