SCને મળશે બે નવા જજ, જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કે.વી.વિશ્વનાથનના નામની કરી ભલામણ
સુપ્રીમ કોર્ટમાં જજોની 34 મંજૂર જગ્યાઓમાંથી 2 જગ્યાઓ ખાલી છે. કૉલેજિયમે મંગળવારે (16 મે) આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને વરિષ્ઠ વકીલ કે.વી. વિશ્વનાથનની નિમણૂક માટે કેન્દ્ર સરકારને ભલામણ મોકલી હતી. જો સરકાર આ ભલામણોને સ્વીકારે છે તો વિશ્વનાથન 2030માં CJI બની શકે છે.
જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની 13 ઓક્ટોબર, 2021ના રોજ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અગાઉ છત્તીસગઢ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે પણ રહી ચૂક્યા છે. તેઓ છત્તીસગઢ હાઈકોર્ટના જજ તરીકે પણ રહી ચૂક્યા છે. અને કે.વી.વિશ્વનાથન સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ છે.

જો કોઈમ્બતુરના વતની વિશ્વનાથન CJI બને છે, તો તેઓ જસ્ટિસ એસએમ સીકરી, યુયુ લલિત અને પીએસ નરસિમ્હા પછી ચોથા વકીલ હશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમે એક ઠરાવ પસાર કર્યો છે જેમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટમાં 34 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા છે અને હાલમાં તે 32 ન્યાયાધીશો સાથે કામ કરી રહી છે. આમ બે જગ્યાઓ ખાલી છે.
આગામી મહિનાઓમાં વધુ ચાર ન્યાયાધીશો નિવૃત્ત થવા જઈ રહ્યા છે. કોલેજિયમે સર્વસંમતિથી બે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે નામોની ભલામણ કરવાનો ઠરાવ કર્યો છે. કોલેજિયમે સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણૂક માટે મુખ્ય ન્યાયાધીશો અને વરિષ્ઠ નાયબ ન્યાયાધીશોના નામોની ચર્ચા કરી હતી.
જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને એમઆર શાહની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટમાં બે જગ્યાઓ ખાલી પડી છે. જસ્ટિસ એમઆર શાહની નિવૃત્તિ બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મંગળવારે (16 મે)ના રોજ નવા રચાયેલા કોલેજિયમની બેઠક યોજાઈ હતી. જસ્ટિસ સંજીવ ખન્ના, જેઓ CJI બનવાની લાઇનમાં છે, તેઓ હવે કૉલેજિયમના પૂર્ણ-સમયના સભ્ય છે.












Click it and Unblock the Notifications
