મુંબઇ એરપોર્ટ મોદી...મોદીના નાદથી ગુંજી ઉઠ્યું

મુંબઇ, 30 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમદેવાર નરેન્દ્ર મોદી આજે મુંબઇ ખાતે ડાઇમન્ડ હોલમાં ભારત ડાઇમન્ડ બોર્સને સંબોધિત કરવા પહોંચ્યા છે, ત્યારે એરપોર્ટ બહાર તેમનું શાનદાર ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, સેંકડોની સંખ્યામાં તેમના સમર્થકો એરપોર્ટ બહાર પહોંચી ગયા હતા.

એરપોર્ટ આટલી મોટી સંખ્યામાં જનમેદની અને સમર્થકોને જોઇને મોદી અભિભાવક થઇ ગયા હતા અને લોકોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, તમારા દ્વારા જે સ્વાગત કરવામાં આવ્યું છે, તે બદલ હું તમારો આભાર માનું છું. હું શિવાજી મહારાજની ધરતી પર આવ્યો છું અને આશા રાખું છું કે શિવાજીની આ ધરતી આપણને આશિર્વાદ પાઠવશે.

narendramodi
તેમણે વધુમાં કહ્યું કે, આ જે મુવમેન્ટ છે તે પરિવર્તનની મુવમેન્ટ છે. આ તકે એરપોર્ટ આખું મોદી...મોદી...મોદીના નામથી ગુંજી ઉઠ્યું હતું. આ તકે તેમણે કહ્યું કે, આપણે આપણા રાષ્ટ્રની કમાન આ અપ્રમાણિક લોકોના હાથમાં નહીં સોંપીએ, આ લોકોને આપણા રાષ્ટ્રના યુવાનોના ભાગ્ય સાથે નહીં રમવા દઇએ. આ ઉપરાંત એરપોર્ટ પરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર પર વેધક પ્રહારો કર્યા હતા.

નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમના નામની જાહેરાત કર્યા બાદ દેશભરમાં મોદીની આંધી ફૂંકાઇ હોય તેવો માહોલ દેશભરમાં જોવા મળ્યો છે. ભોપાલ, દિલ્હી અને હવે મુંબઇમાં પણ મોટી માત્રામા જનમેદની મોદીના સમર્થનમાં ઉતરી આવી હોવાનું જોવા મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X