યુપી-બિહારમાં વરસાદ અંગે રેડ એલર્ટ, 70 કરતા વધારે લોકોની મૌત
ચોમાસાના છેલ્લા દિવસો દરમિયાન પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે આ રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે.
ચોમાસાના છેલ્લા દિવસો દરમિયાન પણ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે આ રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉત્તરપ્રદેશ અને બિહારના અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક જગ્યાએ ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે અને ઘણી જગ્યાઓ પર તેમના રુટ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ હવામાન વિભાગે યુપી અને બિહારમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

યુપી-બિહારમાં ભારે વરસાદનો કહેર
હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ ચેતવણી મુજબ, આગામી કેટલાક દિવસોમાં બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિને કારણે બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. યુપીની વાત કરીએ તો પૂરના કારણે પૂર્વાંચલના ઘણા જિલ્લાઓમાં લાખો લોકોને અસર થઈ છે. સાથે જ વરસાદથી લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. શુક્રવારે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે 25 લોકોનાં મોત નીપજ્યાં હતાં. યુપીમાં છેલ્લા ચાર દિવસમાં 73 લોકોનાં મોત નીપજ્યાં છે.

70 કરતા વધારે લોકોની મૌત
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ અને બનારસ સહિતના નજીકના જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુપી સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર વરસાદને લીધે મકાન પડવા, ઝાડ પડવા અને સાપના ડંખથી મોત નીપજ્યું છે. કાચા મકાનો તોડી પાડવાની સાથે દિવાલ ધરાશાયી થતાં લોકોનાં મોત પણ થયાં છે. તે જ સમયે, બિહારમાં પરિસ્થિતિ ખરાબ છે.

બિહારમાં પણ હાલત ખરાબ
શુક્રવારથી બિહારમાં સતત પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આને કારણે રેલ ટ્રાફિક, આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ વગેરેને અસર થઈ છે. હવામાન વિભાગે 30 સપ્ટેમ્બર સુધી શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને પટણા જિલ્લા વહીવટી તંત્રે મંગળવાર સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલ અને ગરદનીબાગ હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાયા છે.
આ પણ વાંચો: ભારે વરસાદના કારણે પૂનામાં પ્રલય, અત્યાર સુધી 18 લોકોના મોત, શાળા-કોલેજો બંધ












Click it and Unblock the Notifications
