જયપાલ રેડ્ડીએ નવા મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

અત્રે એ વાત નોંધનીય છે કે આ પહેલા એવી ચર્ચા હતી કે રેડ્ડી પેટ્રોલિયમ મંત્રાલય પદ પરથી દૂર કરવામાં આવ્યા બાદ નારજ હતા અને તના કારણે તે પેટ્રોલિયમ મંત્રી વીરપ્પા મોઇલીને કાર્યભાર સોંપવા માટે આવ્યા નહોતા. રેડ્ડીના સ્થાને આરપીએન સિંહએ મોઇલીને કાર્યભાર સોંપ્યો હતો.
એત્રે ઉલ્લેખનીય છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. જેમાં ફેરબદલ કરીને રેડ્ડીને પેટ્રોલિયમ મંત્રાલયમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને આ કાર્યભાર વીરપ્પા મોઇલની સોંપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
