પેશાબકાંડ બાદ હવે રીવા ચપ્પલ કાંડ આવ્યો સામે, વીડિયો વાયરલ થતા એક્શનમાં પ્રશાસન
મધ્યપ્રદેશમાં પેશાબની ઘટના બાદ હવે રીવા ચપ્પલની ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક યુવક એક વૃદ્ધને ચપ્પલ વડે માર મારી રહ્યો છે. ચપ્પલ વડે માર મારનાર યુવક સરપંચ છે.
પોલીસની માહિતી મુજબ આ વીડિયો 2 વર્ષ જૂનો છે. વીડિયો વાયરલ થયા બાદ સરપંચ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ આ મામલે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.

આ સમગ્ર મામલો રીવા જિલ્લાના ગોવિંદગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના દિહિયા નરસિંહપુરનો જણાવવામાં આવી રહ્યો છે. માર મારનાર યુવક હાલ ગામનો સરપંચ છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે વીડિયોની નોંધ લીધી અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ આ વીડિયો 2 વર્ષ જૂનો છે. માર ખાનાર વૃદ્ધનું નામ સંતોષ સિંહ છે અને મારપીટ કરનારનું નામ દિનેશ કુમાર યાદવ છે. પીડિત સંતોષ સિંહે એક ઈમારતમાં ઘુસીને તોડફોડ કરી હતી. દિનેશ યાદવ એ બિલ્ડિંગની સંભાળ રાખતા હતા. તોડફોડથી ગુસ્સે ભરાયેલા દિનેશ યાદવે સંતોષને ચપ્પલ વડે માર માર્યો હતો.
પોલીસ સ્ટેશનમાં તોડફોડની ફરિયાદ પણ કરવામાં આવી હતી. સંતોષ સામે કેસ પણ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સંતોષને ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હોવાની કોઈ ફરિયાદ પોલીસમાં નોંધાઈ ન હતી. આ કેસનો વીડિયો હવે 2 વર્ષ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના આધારે ઘટનાની નોંધ લેવામાં આવી છે.
પોલીસે આરોપી દિનેશ યાદવ સામે 323, 294 હેઠળ ગુનો નોંધ્યો છે. જે પણ હકીકત તપાસ બાદ બહાર આવશે. તેના આધારે વધુ કલમો વધારી શકાય છે.
Video: सीधी पेशाब कांड के बाद अब रीवा चप्पल कांड, अधेड़ की पिटाई कर रहा सरपंच pic.twitter.com/y7YF5kiSa3
— Rakesh kumar patel (@NanheRakesh) July 7, 2023












Click it and Unblock the Notifications
