Video: દોઢ લાખ રૂપિયાનું આકાશ-શ્લોકા લગ્નનું કાર્ડ? રિલાયન્સે આપ્યું નિવેદન

મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણીના લગ્નના કાર્ડ વિશે એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણીના લગ્નના કાર્ડ વિશે એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નના એક કાર્ડની કિંમત દોઢ લાખ રૂપિયા છે. પરંતુ રિલાયન્સે આગળ આવી પોતાનું નિવેદન આપ્યું છે. રિલાયન્સે આખી ખબરને બકવાસ ગણાવી છે.

akash ambani shloka mehta marriage

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જણાવવામાં આવ્યું હતું કે લગ્નના કાર્ડમાં ઉપરની પરત સોનાથી મઢી દેવામાં આવી હતી. તેની સાથે તેમાં ડ્રાય ફ્રૂટ પણ રાખવામાં આવ્યા હતા. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કાર્ડમાં મોતીઓની માળા પણ રાખવામાં આવી હતી. આ આખા વીડિયો પર રિલાયન્સે જણાવ્યું કે આકાશ અંબાણીના લગ્નના કાર્ડ વિશે જોડાયેલો આ વીડિયો એકદમ બકવાસ છે. આ વીડિયો બિલકુલ ખોટો છે આવું કઈ જ નથી.

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન નક્કી થઇ ચુક્યા છે. 24 માર્ચ દરમિયાન અંબાણી પરિવારે ગોવામાં તેમની પ્રિ એંગેજમેન્ટ પાર્ટી પણ રાખી હતી. ત્યારપછી તેમને મુંબઈમાં એક શાનદાર પાર્ટી રાખી હતી. જ્યાં બધા જ બોલિવૂડ સ્ટાર હાજર રહ્યા હતા. પાર્ટી પછી આકાશ અને શ્લોકા ઘ્વારા ઘરની બહાર ફોટો પણ ખેંચાવ્યા.

રવિવારે આખો અંબાણી પરિવાર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તેમની સાથે શ્લોકા મહેતા પણ હતી. નીતા અંબાણી ઘ્વારા શ્લોકાનો હાથ પકડી રાખવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે વર્ષના અંતમાં બંને લગ્ન કરી શકે છે.

વીડિયો..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X