BJP સરકાર આપી રહી છે 95 રૂપિયામાં રિલાયન્સ જિયો ફોન અને 128 GB ડેટા, જાણો કેવી રીતે મળશે

2019 ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

2019 ની લોકસભાની ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજસ્થાનમાં સત્તામાં પાછા ફરવા માટે જ્યાં કોંગ્રેસ રાજકીય વ્યૂહરચના બનાવવા માટે પ્રયાસ કરી રહી છે, ત્યાં રાજ્યની વસુંધરા રાજ સરકાર જનતાને આકર્ષવા માટે એક અનોખી યોજના લાવી છે. આ સ્કીમ હેઠળ લોકોને રિલાયન્સ જિયો મોબાઇલ ફોન માત્ર 95 રૂપિયા આપવામાં આવી રહ્યો છે. આ ફોન સાથે 128 GB ડેટા અને 500 એસએમએસ પેક પણ ફ્રી છે, જેની વેલિડિટી 6 મહિના છે.

કઈ રીતે મળશે 95 રૂપિયામાં જિયો ફોન

કઈ રીતે મળશે 95 રૂપિયામાં જિયો ફોન

રાજસ્થાન સરકારની આ યોજના અનુસાર રાજ્યમાં જે લોકો પાસે ભામાશાહ કાર્ડ છે, તે લોકોને રિલાયન્સ જિયો મોબાઇલ ફોન માત્ર 95 રૂપિયામાં આપવામાં આવશે. જો કે, ફોન માટે અરજી કરતી વખતે અરજદારને રૂ. 1095 ચૂકવવા પડશે, જેમાંથી 1000 રૂપિયા ફોન મળતા જ અરજીકર્તાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજસ્થાનની દરેક વિધાનસભામાં 30 સપ્ટેમ્બર સુધી આ ફોન વિતરણ કરવામાં આવશે. ફોન સાથે 6 મહિનાની વેલિડિટી સાથે 128 જીબી ડેટા અને 500 એસએમએસ પેક પણ મફતમાં આપવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પણ કર્યું સસ્તું

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પણ કર્યું સસ્તું

તમને જણાવી દઈએ કે તાજેતરમાં રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ કાપીને તેલની કિંમતમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમત વચ્ચે રાજસ્થાન સરકારનો આ નિર્ણયને એક મોટા ચુનાવી પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. કોંગ્રેસએ રાજસ્થાન સરકારના આ પગલાંની ટીકા કરી છે. કૉંગ્રેસ કહે છે કે ચૂંટણી પહેલાં મતદારોને પ્રભાવિત કરવા માટે ભાજપ સસ્તા પેટ્રોલ-ડીઝલ અને 95 રૂપિયામાં જીયો ફોન જાહેર કરી રહી છે.

શા માટે રાજસ્થાન ભાજપ માટે મહત્વપૂર્ણ છે?

શા માટે રાજસ્થાન ભાજપ માટે મહત્વપૂર્ણ છે?

નોંધપાત્ર રીતે 2019 ની લોકસભા ચૂંટણી પહેલા સત્તાના સેમિફાઇનલ માનવામાં આવી રહેલા ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાન પણ શામેલ છે. એવું માનવામાં આવે છે કે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાઈ શકે છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને પોતાની સરકાર જાળવી રાખવા માટે પાર્ટીએ સંપૂર્ણ તાકાત લગાવી રાખી છે. ટૂંક સમયમાં મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહની ચૂંટણી રેલીઓ પણ રાજસ્થાનમાં શરુ થવા જઈ રહી છે. કોંગ્રેસએ રાજ્યમાં સત્તા પર પરત ફરવા એક વિશેષ વ્યૂહરચના પણ બનાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X