For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેએનયૂના વિદ્યાર્થીઓને રાહત, હોસ્ટેલ ફીમાં વધારો નહિ થાય

જેએનયૂના વિદ્યાર્થીઓને રાહત, હોસ્ટેલ ફીમાં વધારો નહિ થાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જવાહર લાલ નેહરૂ યૂનિવર્સિટીમાં ફી વધારાને લઈ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે હોસ્ટેલની ફી વધારવાનો ફેસલો પરત લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જેએનયૂમાં સોમવારે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ભારતના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ પણ યૂનિવર્સિટીમાં ઉપસ્થિત રહ્યા. જેએનયૂના વિદ્યાર્થીઓ હોસ્ટેલની ફી વધારવાને લઈ નારાજ હતા અને તેમણે સોમવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

jnu protest

માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં શિક્ષા સચિવ આર સુબ્રમણ્યમે જણાવ્યું કે જેએનયૂ કાર્યકારી સમિતિએ છાત્રાલયની ફી વધારવાનો ફેસલો રત લીધો છે અને સાથે જ આર્થિક રૂપે કમજોર વર્ગના વિદ્યાર્થીઓને સહાયતા માટે એક યોજના પ્રસ્તાવિત કરી છે. આ અહેવાલથી જેએનયૂ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છે.

આ હતી વિદ્યાર્થીઓની માંગ

સોમવારે પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓની માંગ હતી કે હોસ્ટેલની ફી વધારાનો ફેસલો પરત લેવામાં આવે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઈ સર્વિસ ચાર્જ લેવામાં ન આવે. હોસ્ટેલમાં આવવા જવાની સમય સીમા ખતમ કરવામાં આવે. હોસ્ટેલમાં ડ્રેસ કોડ લાગૂ કરવામાં ન આવે. નવું હોસ્ટેલ મેન્યૂ સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવે. આ મામલે ઘણો હંગામો પણ થયો અને પોલીસને વિદ્યાર્થીઓ ર કાબૂ મેળવા માટે મોટી સંખ્યામાં હાજર રહેવું પડ્યું.

રાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટનો કાલે ફેસલો, જાણો આખો મામલોરાફેલ મામલે દાખલ પુનર્વિચાર અરજી પર સુપ્રીમ કોર્ટનો કાલે ફેસલો, જાણો આખો મામલો

English summary
Relief for JNU Students, Hostel fee will not increase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X