For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic CNX Exit Poll 2021: તમિલનાડુમાં DMKની બનશે સરકાર, AIADMK ઘણુ પાછળ

2મેના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે જેમાં તમિલનાડુ પણ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 2મેના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે જેમાં તમિલનાડુ પણ છે. આ પહેલા બુધવારે જાહેર આ બધા રાજ્યોના એક્ઝીટ પોલના પરિણામો પર બધાની નજર છે. રિપબ્લિક-સીએનએક્સ એક્ઝીટ પોલના પરિણામોએ 234 સીટોવાળી વિધાનસભામાં દ્રવિડ મુનેત્ર કડગમ(ડીએમકે)ના નેતૃત્વવાળા ગઠબંધનની સરકાર બનવાનુ અનુમાન લગાવ્યુ છે.

tamil

ડીએમકે ગઠબંધનને પૂર્ણ બહુમત

234 વિધાનસભા સીટોવાળા રાજ્યમાં 6 એપ્રિલને રોજ એક જ તબક્કામાં મત આપવામાં આવ્યા હતા. રાજ્યમાં મુખ્ય મુકાબલો એઆઈએડીએમકે એઅને ભાજપન સત્તાધારી ગઠબંધન અને ડીએમકે તેમજ કોંગ્રેસના ગઠબંધન વચ્ચે હતો.
એક્ઝીટ પોલ મુજબ ડીએમકે અને તેના સહયોગી ગઠબંધન સરળતાથી વિધાનસભામાં પૂર્ણ બહુમત મેળવતા દેખાઈ રહ્યા છે. જેના કારણે એમકે સ્ટાલિન પહેલી વાર રાજ્યના સીએમ બનતા દેખાઈ રહ્યા છે. સ્ટાલિનની પાર્ટી ડીએમકે પણ વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. વિધાનસભામાં ભાજપ સાથે મળીને ચૂંટણીમાં ઉતરીને સત્તાધારી એઆઈએડીએમકેને ઘણી સીટોનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ છે. પહેલી વાર રાજ્યની રાજનીતિમાં ઉતરેલા કમલ હાસન પણ કંઈ ખાસ નથી કરી શક્યા.

ડીએમકે ગઠબંધનને 160થી વધુ સીટો

રિપલ્બિક સીએનએક્સ એક્ઝીટ પોલ મુજબ ડીએમકે અને કોંગ્રેસ ગઠબંધનને 160-170 સીટો મળવા જઈ રહી છે. 234 સીટોવાળી વિધાનસભામાં 160થી વધુ સીટોનો અર્થ થયો કે સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકે સરકાર બનાવવા જઈ રહી છે. સત્તાધારી એઆઈએડીએમકે અને ભાજપ ગઠબંધનને 56થી 68 સીટો મળવાની વાત કહેવામાં આવી છે. વળી, પહેલી વાર વિધાનસભા ચૂંટણીમા ઉતરી કમલ હાસનની પાર્ટી કંઈ ખાસ કરી શકતા નથી દેખાી રહી. મકક્લ નીધિ મય્યમને 2 સાટોનુ જ અનુમાન લગાવવામાં આવ્યુ છે. એએમએમકેના નેતૃત્વવાળા ગઠબંધનને 4થી 6 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.

Exit Poll 2021: 5 રાજ્યોમાં કોની સરકાર, શું છે જનતાનો મૂડ?Exit Poll 2021: 5 રાજ્યોમાં કોની સરકાર, શું છે જનતાનો મૂડ?

કઈ પાર્ટીને કેટલી સીટ?

રિપબ્લિક સીએનએક્સ એક્ઝીટ પોલના જણાવ્યા મુજબ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકે સૌથી મોટી પાર્ટી બનવા જઈ રહી છે. એક્ઝીટ પોલમાં પાર્ટીને 137થી 147 સીટો મળતી દેખાઈ રહી છે. ડીએમકે સાથે મળીને ચૂંટણી લડી કોંગ્રેસને 13થી 17 સીટો મળવાની વાત કહેવામાં આવી છે. સત્તાધારી એઆઈએડીએમકેને 49થી 59 વિધાનસભા સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. વળી, સહયોગી ભાજપની મહેનત બાદ માત્ર 2થી 4 સીટો જ મળતી દેખાઈ રહી છે. પીએમકેને 5થી 7 સીટો જ્યારે કમલ હાસનની એમએનએમને શૂન્યથી 2 સીટ મળવાની વાત કહેવામાં આવી છે. એએમએમકેને 4થી 6 સીટો મળવાનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે. વળી, અન્યને 6થી 10 સીટ મળવાની વાત કહેવામાં આવી છે.

English summary
republic cnx tamil nadu exit poll 2021 dmk alliance will form government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X