Republic Day 2023 : Flag Hoisting અને Flag Unfurling વચ્ચે શું તફાવત છે?
Republic Day 2023 : સમગ્ર ભારત હાલમાં તેના 74માં ગણતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ગણતંત્ર દિવસ અથવા ગણતંત્ર દિવસના અવસર પર શાળાઓ અને કોલેજોમાં કાર્યક્રમો યોજવામાં આવે છે.
Republic Day 2023 : સમગ્ર દેશ 26 જાન્યુઆરી, 2023 ના રોજ તેનો 74મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ દિવસે ભારતે પોતાનું બંધારણ અમલમાં મૂક્યુ હતું. એટલે 26 જાન્યુઆરીને પ્રસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી, જેઓ દિલ્હીમાં કર્તવ્ય પથ પર યોજાનારી પરેડ સમારોહના મુખ્ય અતિથિ છે.

26 જાન્યુઆરીના રોજ ધ્વજ ફરકાવે છે દેશના રાષ્ટ્રપતિ
ઉલ્લેખીય છે કે, દેશના રાષ્ટ્રીય તહેવારો જેમ કે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બે દિવસના ધ્વજારોહણમાં ફરક છે. 26 જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે, જ્યારે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે.

'ધ્વજાંકિત'
આ સાથે જ તમને એક બીજી વાત પણ જણાવી દઈએ કે, હકીકતમાં સ્વતંત્રતા દિવસના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી દોરડા વડે ઉપર ખેંચવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને Flag Hoisting કહેવામાં આવે છે. જ્યારે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના દિવસે ધ્વજ ટોચ પર બાંધેલો રહે છે, જે ફરકાવવામાં આવે છે, જેને 'ઝંડો ફરકાવવો' કહેવામાં આવે છે, જેના માટે Flag Unfurling શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્રિરંગો ફરકાવવા માટે શું નિયમ છે?
આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો આપણું આનબાનશાન છે. આપણો ધ્વજ આપણી ઓળખાણ છે, તેથી તેને ફરકાવવાનો નિયમ છે, જે દરેક ભારતીયોએ જાણવું જરૂરી છે.
- તિરંગો હંમેશા સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ફરકાવવામાં આવે છે.
- તિરંગાને જમીન પર ન રાખવો જોઈએ.
- ધ્વજ ક્યારેય નીચો નથી ફરકાવવામાં આવતો, તે ત્યારે જ થાય છે જ્યારે દેશમાં રાષ્ટ્રીય શોક હોય.
- ધ્વજને ક્યારેય પાણીમાં ડૂબાડી શકાય નથી.
- ધ્વજના કોઈપણ ભાગને સળગાવવા, નુકસાન પહોંચાડવા અથવા તેનું અપમાન કરવાથી વ્યક્તિને જેલ પણ થઈ શકે છે.

શા માટે ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?
આપણું બંધારણ 26 જાન્યુઆરી, 1950 ના રોજ અમલમાં આવ્યું હતું, તેથી જ આપણે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. ઉલ્લેખનીય છે કે, ભારતીય બંધારણને બનાવવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો.
ભારતનું બંધારણ લેખિત બંધારણ છે. ગણતંત્ર દિવસના અવસર પર અશોક ચક્ર અને કીર્તિ ચક્ર જેવા મહત્વપૂર્ણ સન્માનો આપવામાં આવે છે. જે બાદ અમારી સેના તેનો પાવર શો અને પરેડ માર્ચ કરે છે.












Click it and Unblock the Notifications
