For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા વધશે

|
Google Oneindia Gujarati News

govrnment-employees
નવી દિલ્હી, 3 જૂન : કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી 2014ના ભાગ રૂપે મતદારોને આકર્ષવા માટે કમર કસી છે. આ કારણે વર્તમાન યુપીએ સરકારે કેન્દ્રીય કર્મચારીઓની સેવાનિવૃત્તિ વય મર્યાદા વધારીને 62 વર્ષ કરવાનું નક્કી કર્યું છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ દ્વાર આ અંગેની એક દરખાસ્ત નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે આ માટે મંજૂરી આપી દીધી છે. હવે આ દરખાસ્ત વડાપ્રધાન કાર્યાલયમાં ગઇ છે. વડાપ્રધાન કાર્યાલય બાદ કેબિનેટની મંજૂરી મળતા જ આ અંગેની જાહેરાત કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 2 મહિનાનો સમય લાગી શકે એમ છે.

આ પહેલા વાજપેયી સરકારે વર્ષ 1998માં કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 58 વર્ષથી વધારીને 60 કરી હતી. આ પાછળનું મુખ્ય કારણ સરકાર રિટાયર્નમેન્ટને કારણે એક જ વારમાં કર્મચારીઓને ચૂકવવું પડતું વળતર છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી વર્ષે અંદાજે 5000 કરોડ રૂપિયાની બચત થશે. આ બચતનો ઉપયોગ સરકાર ખાદ્ય સુરક્ષા જેવી લોકોને આકર્ષતી યોજનાના અમલ પાછળ કરશે. આ સાથે સરકાર એક તીરથી બે નિશાન તાકવા માંગે છે. બચત કરવાની સાથે આવતા વર્ષે આવી રહેલી ચૂંટણીઓમાં કેન્દ્ર સરકારમાં કાર્યરત 15 લાખ કર્મચારીઓને પણ આકર્ષવા માંગે છે.

English summary
Retirement age of Central government employees increase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X