પોલિસ પૂછપરછમાં બહાર આવ્યું રાધે માંનું ડેડી કનેક્શન!

રાધે માં, આ નામ સાંભળતા જ લોકોના કાન ઊભા થઇ જાય છે, કે હવે રાધે માં કયો નવો વિવાદ ઊભો કર્યો છે? જો કે ફરી એક વાર રાધે માં તેમનું એક નવું રહસ્ય ઉજાગર કરીને વિવાદ ઊભો કર્યો છે ખરો. આ વખતે પોલિસ પૂછપરછમાં રાધે માંનું ડેડી કનેક્શન બહાર આવ્યું છે.

નોંધનીય છે કે દહેજ ઉત્પીડનના મામલામાં બુધવારે રાધે માંને કાંદવલિ પોલિસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલવવામાં આવી હતી. જે બાદ પોલિસે 25 મિનિટમાં રાધે માંને 23 સવાલો પૂછ્યા હતા. જેમાં રાધે માં વિષે અનેક નવા રહસ્યો ખૂલીને બહાર આવ્યા હતા.

સાથે જ આ પૂછપરછમાં રાધે માંનું ડેડી કનેક્શન તેમની સંપત્તિ વિષે અને તેમના બાળકો વિષે પણ કેટલીક માહિતી બહાર આવી છે. ત્યારે પોલિસે રાધે માંને શું શું પૂછ્યું અને રાધે માં તે તમામ સવાલાના શું જવાબો આપ્યા તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

25 મિનિટ 23 સવાલ

25 મિનિટ 23 સવાલ

બુધવારે, કાંદિવલી પોલિસ સ્ટેશનમાં પહોંચ્યા રાધે માં પર કાંદિવલી પોલિસે એક પછી એક સવાલો દાગ્યા. 25 મિનિટમાં પોલિસે રાધે માંને કુલ 23 સવાલો પૂછ્યા

સંપત્તિ

સંપત્તિ

જ્યારે પોલિસે રાધે માંની પંજાબ અને મુંબઇની સંપત્તિ વિષે પૂછ્યું ત્યારે રાધે માં કહ્યું કે તેમના નામ પર કોઇ સંપત્તિ નથી. જો કે પોલિસે જણાવ્યું કે તેમના પુત્રોના નામ પર પંજાબ અને મુંબઇમાં સંપત્તિઓ છે

ડેડી કનેક્શન

ડેડી કનેક્શન

પોલિસે જણાવ્યું કે નીક્કી ગુપ્તા નામની મહિલા કે જેણે રાધે માં અને ગુપ્તા પરિવાર પર દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે તેણે પોતાના નિવેદનમાં ડેડી નામના વ્યક્તિનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો.

ડેડી કોણ છે?

ડેડી કોણ છે?

ત્યારે પોલિસે રાધે માંને સવાલ કર્યો કે આ ડેડી કોણ છે. અને કયા વ્યક્તિને ડેડી કહેવામાં આવે છે?

રાધે માંનો જવાબ

રાધે માંનો જવાબ

ત્યારે આ સવાલના જવાબમાં રાધે માં એ મોટા રહસ્યનો ખુલાસો કર્યો. રાધે માં કહ્યું કે ડેડી બીજું કોઇ નહીં રાધે માંનો પતિ છે.

રાધે માંનો પતિ છે ડેડી!

રાધે માંનો પતિ છે ડેડી!

રાધે માં કહ્યું કે તેના પતિ મોહનને બધા લોકો "ડેડી" કહીને બોલાવે છે. વધુમાં રાધે માં તેમ પણ કહ્યું કે તેમનો પતિ હવે મીડલ ઇસ્ટમાં નથી રહેતા.

રાધે માં

રાધે માં

વધુમાં રાધેમાં કહ્યું કે તેમનો પતિ મોહન તેમને અવાર નવાર મળવા આવતો રહે છે. તે મુંબઇ અને પંજાબની વચ્ચે આંટાફેરા મારતો રહે છે. અને તે જ્યારે મુંબઇમાં હોય છે ત્યારે તે રાધે માંની સાથે રહે છે.

પોલિસ

પોલિસ

આ વાત જાણ્યા બાદ પોલિસે રાધે માંને તેમના પતિ વિષે જાણકારી આપવાનું કહ્યું હતું. અને સાથે જ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે રાધેમાં પતિ કે તેના પુત્રો અને પરિવાર દ્વારા નીકી ગુપ્તાને દહેજ માંગવાનો પ્રયાસ કરાયો હતો?

દહેજ

દહેજ

સાથે જ પોલિસે રાધે માં પણ પૂછ્યું હતું કે ક્યારેય તેમણે નિક્કી ગુપ્તા અને તેના પરિવારથી મોંધી ઝ્વેલરી, અને કોસ્મેટિકની માંગ કરી હતી?

રાધે માંનો જવાબ

રાધે માંનો જવાબ

જો કે રાધે માં આ તમામ પ્રશ્નોનો જવાબ નકાર્યો હતો. તેમણે વારંવાર કહ્યું હતું કે તેમના પતિ અને પરિવાર કે પછી તેમના દ્વારા કદી પણ આવી કોઇ માંગ નિક્કી ગુપ્તા કે તેના પરિવારને કરવામાં નથી આવી.

રાધે માં કબૂલ્યું

રાધે માં કબૂલ્યું

જો કે રાધે માં તે વાત કબૂલી કે તે નિક્કી ગુપ્તાને જાણે છે. પણ તેમણે તે તેના દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકાર્યા હતા.

પાસપોર્ટ

પાસપોર્ટ

વધુમાં પોલિસે રાધે માં પાસપોર્ટ પણ માંગ્યો હતો. પોલિસ રાધે માં પાસપોર્ટ જપ્ત કરવા ઇચ્છતી હતી. પણ રાધે માં કહ્યું કે તે તેમનો પાસપોર્ટ લાવવાનું ભૂલી ગયા છે!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X