રેવાડી ગેંગરેપઃ 3 આરોપીઓના ડીએનએ સેમ્પલ થયા મેચ, ચાર્જશીટ દાખલ
ગયા મહિને રેવાડીમાં 19 વર્ષની છોકરીને બંધક બનાવીને તેની સાથે જે રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો તે બાદ આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
ગયા મહિને રેવાડીમાં 19 વર્ષની છોકરીને બંધક બનાવીને તેની સાથે જે રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો તે બાદ આ મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એટલુ જ નહિ આ મામલે ડીએનએ રિપોર્ટ પણ સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પીડિતાના કપડા પર જે સેમ્પલ મળ્યા હતા તે ત્રણે આરોપીઓના ડીએનએથી મેચ કરે છે. ચાર્જશીટ અનુસાર પીડિતાના કપડા પર જે ધબ્બા હતા તેની તપાસ બાદ સ્પષ્ટ થઈ ગયુ કે ત્રણે આરોપી મનીષ, નીશૂ અને પંકજના સેમ્પલ આનાથી મેળ ખાય છે.

બંધક બનાવીને કરવામાં આવ્યો હતો બળાત્કાર
નવાઈની વાત એ છે કે પોલિસે જે ત્રણે આરોપીઓની ધરપકડ કરી છે તેમના સેમ્પલ મેચ નથી થઈ રહ્યા. પોલિસે આ મામલે સંજીવ, દીનદયાળ અને નવીનની ધરપકડ કરી હતી. સબ ડિવિઝનલ ન્યાયિક જજ પિયુષ શર્મા સામે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે જેમાં 38 સાક્ષીઓના નામ પણ શામેલ છે. આ મામલે નીશૂની સૌથી પહેલા પોલિસે ધરપકડ કરી હતી કે જે સ્થાનિક પહેલવાન છે. પોલિસ અનુસાર પંકજ અને મનીષે પીડિતાને બંધક બનાવી હતી જ્યારે તે કોચિંગ ક્લાસ જઈ રહી હતી.

ટ્યુબવેલની બાજુમાં બળાત્કાર
બંને આરોપી પીડિતાને નજીકના ટ્યુબવેલ લઈને ગયા જ્યાં નીશૂ પણ બાદમાં પહોંચ્યો હતો. ત્યારબાદ આ ત્રણેએ પીડિતા સાથે ગેંગરેપ કર્યો હતો. આ ટ્યુબવેલના માલિકનું નામ દીનદયાળ છે. તેણે આ આરોપીઓને ટ્યુબવેલની બાજુમાં બનેલા રૂમની ચાવી પણ આપી હતી. પોલિસે જણાવ્યુ કે નવીન આ વિસ્તારનો રહેવાસી છે. તે ગેંગરેપ દરમિયાન ત્યાં આવ્યો હતો પરંતુ તેણે આ વિશે પોલિસને જાણકારી આપી નહોતી. પોલિસ અનુસાર પીડિતાનો ઈલાજ સંજીવ નામના ડૉક્ટરો કર્યો હતો પરંતુ તેણે આની જાણકારી પોલિસને આપી નહોતી.

બળજબરીથી પીવડાવ્યો નશીલો પદાર્થ
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેને બંધક બનાવ્યા બાદ પંકડ અને મનીષે તેને બળજબરીથી નશીલો પદાર્થ પીવડાવ્યો અને તેને બેભાન કરી દીધી. તેણે જણાવ્યુ કે જ્યારે તે ભાનમાં આવી તો ફરીથી તેને નશીલો પદાર્થ પીવડાવવામાં આવ્યો ત્યારબાદ તે ફરીથી બેભાન થઈ ગઈ હતી. જો કે ચાર્જશીટમાં એ વાત સામે આવી છે કે પીડિતાને કોઈ પણ પ્રકારનો નશીલો પદાર્થ આપવામાં આવ્યો નહોતો. તેના લોહી કે પેશાબની તપાસમાં આની પુષ્ટિ થઈ નથી.
-
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો










Click it and Unblock the Notifications
