For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર માટે કાંટો સાબિત થતા વિહિપ, બજરંગ દળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શિરડી, 5 જાન્યુઆરી: શું વિશ્વ હિન્દુ સંગઠન (વિહિપ) અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ નરેન્દ્ર મોદી સરકારના માર્ગમાં અવરોધ ઉભા કરી રહ્યાં છે? એનસીપી નેતા પ્રફુલ્લ પટેલને એમ લાગે છે. તેમણે કહ્યું છે કે જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 50 ટકા સુધી ઘટી ગયા પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ફક્ત 10-15 ટકા જ ઘટ્યા છે.

sonia-gandhi-vhp

સરકાર માટે ખતરો
તે માને છે કે તે સમયે સંગઠન પોતાના કાર્યક્રમોથી મોદી સરકાર માટે સતત ખતરો સાબિત થઇ રહી છે. તેમણે કહ્યું છે કે ભાજપે ગત લોકસભા ચૂંટણી વિહિપ, સંઘ અને બજરંગ દળની મદદથી લડી અને કેન્દ્રમાં સરકાર બનાવી. પરંતુ હવે આ બધા મોદી સરકારને મુશ્કેલીમાં મુકી રહ્યાં છે.

પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે સાંઇબાબાના મંદિરમાં દર્શન કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું. એક પ્રશ્નના જવાબમાં પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે મોદી સરકારને સત્તાધીન થયાને માત્ર સાત મહિના જ થયા છે. એટલા માટે તે સરકારના કામકાજ પર તો ટિપ્પણી કરશે નહી.

ધર્માંતરણ વિરૂદ્ધ
તેમણે એમ પણ કહ્યું કે તેમની પાર્ટી ધર્માંતરણ વિરૂદ્ધ છે. તે ધર્મનિરપેક્ષ મૂલ્યોને જ માને છે. લોકસભા સભ્ય પ્રફુલ્લ પટેલે એમ પણ કહ્યું છે કે તેમનો હેતું સરકારની નિંદા કરવાનો કે તેમની ખામી કાઢવાનો નથી. પરંતુ જો તે ખોટા નિર્ણય કરશે તો સરકારને કોસશે.

ભ્રષ્ટાચારનો આરોપ
પોતાની પાર્ટીના કેટલાક નેતાઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢતાં તેમણે કહ્યું કે ભાજપ સરકાર તે નેતાઓ વિરૂદ્ધ તપાસ કરાવી લે. ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

પીકે પર બોલ્યા
પ્રફુલ્લ પટેલે આમિર ખાનની પિક્ચર પીકેને લઇને ઉદભવેલા વિવાદ પર પણ ખુલીને બોલ્યા. તેમણે કહ્યું કે જેને પણ પીકેની ભાષા અને તેના સીનને લઇને વાંધો છે, તેમને કોર્ટનો દરવાજો ખખડાવવો જોઇએ. તેમને સિનેમા ઘરોમાં હોબાળો મચાવતાં ટાળવો જોઇએ.

English summary
Right wing groups are creating trouble for Modi government, feels Praful Patel. He refuses to make any adverse comment on the working of these government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X