લાલૂએ ટ્વીટ કરી કવિતા- 'પબ્લિક સબ જાનતી હૈ, જુમલા પહચાનતી હૈ'

લાલૂએ ટ્વીટ કરી કવિતા- 'પબ્લિક સબ જાનતી હૈ, જુમલા પહચાનતી હૈ

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. પરિણામ પર નજર નાખીએ તો પાંચમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સરકાર બનાવતી જોવા મળી રહી છે. જો કે કોંગ્રેસે મિઝોરમ અને તેલંગાણામાં હારનો સામનો કરવો પડ્યો છે, લાંબા સમયથી હારનો માર સહી રહેલ કોંગ્રેસ અને તેના સહયોગી દળ માટે આ જીત મહત્વ ધરાવે છે એટલા હવે વિરોધી દળ પણ ભાજપની હારનો જશ્ન મનાવી રહ્યા છે.

ભાજપની હાર પર લાલૂએ ટ્વીટ કરી કવિતા

ભાજપની આ મોટી હાર પર ભાજપના સૌથી મોટા રાજનૈતિક દુશ્મન લાલૂ પ્રસાદ યાદવે એક ટ્વીટ કર્યું છે જેમાં તેમણે એકદમ અલગ અંદાજમાં ભાજપની આ હાર પર ચૂટકી લીધી છે. તેમણે ટ્વીટ કર્યું કે 'યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ, બખૂબી અબ જુમલા પહચાનતી હૈ'

'વિકાસ કરવા આવ્યા હતા, વિનાશ કરીને જશે'

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, 'રામ જાને જનતા જાને' આગળ શું થશે? ન્યાયપ્રિય જનતાને બહુ શુભકામના. અગાઉ પણ તેમણે ટ્વીટ કર્યું હતું કે વિકાસ કરવા આવ્યા હતા, વિનાશ કરવા જશે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ

ઉલ્લેખનીય છે કે આ રિઝલ્ટ બાદ વિરોધીઓના સુર પ્રખર થઈ ગયા છે, અગાઉ સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યું હતું કે 'જબ જબ એક ઔર એક મિલકર બનતે હૈં ગ્યારહ.. તબ બડે-બડોં કી સત્તા હો જાતી હૈ નો દો ગ્યારહ' જે બાદ તેમણે લખ્યું કે અબકીબાર ખો દી સરકાર.

કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન

કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન

લોકસભા ચૂંટણીની એકદમ પહેલા સત્તાનું સેમીફાઈનલ કહેવાતા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી શાનદાર પ્રદર્શન કરતા પોતાના મુખ્ય વિરોધી પક્ષ ભાજપને છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં માત આપી છે. પીએમ મોદીના રાષ્ટ્રીય રાજનીતિમાં ઉદય બાદ આવું પહેલી વાર થયું જ્યારે કોંગ્રેસ સીધી લડાઈમાં ભાજપને માત આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X